• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેસ્ટઇન્ડિઝને 143 રનોથી માત આપી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું સેમીફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટન, 21 માર્ચ: વિશ્વકપના છેલ્લા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં માર્ટિન ગપટિલની સુનામીમાં આખી વેસ્ટઇન્ડિઝની ટીમ ફોતરાની જેમ ઉડી ગઇ. વેસ્ટઇન્ડિઝને 143 રનોથી ધૂળ ચટાડીને ન્યૂઝીલેન્ડે વિશ્વકપની સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મુકાબલો સામાન્ય રીતે જોઇએ તો એક તરફી રહ્યો.

આવો એક નજર કરીએ મેચના મુખ્ય પાસાઓ પર...
  • ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 393 રનોનું વિશાળ લક્ષ્ય બનાવ્યું.
  • ન્યૂઝીલેંડ તરફથી પારીની શરૂઆત કરનાર માર્ટિન ગપટિલે અણનમ 237 રન ફટકાર્યા.
  • ગપટિલે પોતાની પારી દરમિયાન 11 છગ્ગા અને અધધ 48 ચોગ્ગા લગાવ્યા.
  • આ વિશ્વકપમાં આ બીજી બેવડી સદી છે, આ પહેલા ક્રિસ ગેઇલે 215 રન ઝિમ્બાબ્વેની વિરુદ્ધ બનાવ્યા હતા.
  • ન્યૂઝીલેંડના પહાડ જેવા સ્કોરની સામે વેસ્ટઇન્ડિઝની આખી ટીમ માત્ર 250 રનો પર સમેટાઇ ગઇ.
  • ન્યૂઝીલેન્ડે વેસ્ટઇંડીઝને 143 રનોથી હરાવી દીધું.
  • આ હારની સાથે જ વેસ્ટઇન્ડિઝ વિશ્વકપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.
  • સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે 24 માર્ચના રોજ ટક્કર થશે.
  • ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેંડ બોલ્ડે 4 વિકેટ લઇ લીધી.
  • જ્યારે ડેનિયલ વિટોરી અને ટિમ સાઇદીએ 2-2 વિકેટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
New Zealand beats West Indies in world cup by 143 runs, New Zealnad to face South Africa in semifinal on 24 march.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X