For Quick Alerts
For Daily Alerts
વેસ્ટઇન્ડિઝને 143 રનોથી માત આપી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું સેમીફાઇનલમાં
વેલિંગ્ટન, 21 માર્ચ: વિશ્વકપના છેલ્લા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં માર્ટિન ગપટિલની સુનામીમાં આખી વેસ્ટઇન્ડિઝની ટીમ ફોતરાની જેમ ઉડી ગઇ. વેસ્ટઇન્ડિઝને 143 રનોથી ધૂળ ચટાડીને ન્યૂઝીલેન્ડે વિશ્વકપની સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મુકાબલો સામાન્ય રીતે જોઇએ તો એક તરફી રહ્યો.
આવો એક નજર કરીએ મેચના મુખ્ય પાસાઓ પર...
- ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 393 રનોનું વિશાળ લક્ષ્ય બનાવ્યું.
- ન્યૂઝીલેંડ તરફથી પારીની શરૂઆત કરનાર માર્ટિન ગપટિલે અણનમ 237 રન ફટકાર્યા.
- ગપટિલે પોતાની પારી દરમિયાન 11 છગ્ગા અને અધધ 48 ચોગ્ગા લગાવ્યા.
- આ વિશ્વકપમાં આ બીજી બેવડી સદી છે, આ પહેલા ક્રિસ ગેઇલે 215 રન ઝિમ્બાબ્વેની વિરુદ્ધ બનાવ્યા હતા.
- ન્યૂઝીલેંડના પહાડ જેવા સ્કોરની સામે વેસ્ટઇન્ડિઝની આખી ટીમ માત્ર 250 રનો પર સમેટાઇ ગઇ.
- ન્યૂઝીલેન્ડે વેસ્ટઇંડીઝને 143 રનોથી હરાવી દીધું.
- આ હારની સાથે જ વેસ્ટઇન્ડિઝ વિશ્વકપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.
- સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે 24 માર્ચના રોજ ટક્કર થશે.
- ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેંડ બોલ્ડે 4 વિકેટ લઇ લીધી.
- જ્યારે ડેનિયલ વિટોરી અને ટિમ સાઇદીએ 2-2 વિકેટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો