• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PAK vs AUS: બ્રાયન લારાએ કરી દીધી ભવિષ્યવાણી, આજની મેચ આ ટીમ જીતશે

|
Google Oneindia Gujarati News

યૂએઈમાં રમાઈ રહેલ ટી20 વર્લ્ડ કપ 2021 પોતાના અંતિમ તબક્કામાં છે, જેમાં ખિતાબની રેસમાં હવે માત્ર 3 ટીમો જ બચી છે. 5 વર્ષ બાદ ટી20 ક્રિકેટની નવી ચેમ્પિયન ટીમની પસંદગી કરવા માટે આઈસીસી તરફથી આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પહેલા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડને 5 વિકેટે માત આપી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી છે. જ્યારે બીજા સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનને માત આપી ફાઈનલમાં પ્રવેશ કરી જાય તો ફેન્સને આ ફોર્મેટમાં એક નવા ચેમ્પિયન મળશે.

ટી20 વર્લ્ડ કપ 2021નો બીજો સેમીફાઈનલ મેચ આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈના મેદાનમાં રમાશે, જેમાં બંને ટીમ જીત હાંસલ કરી ખિતાબ તરફ પ્રયાણ કરવા માંગશે. આ દરમિયાન વેસ્ટઈન્ડીઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન બ્રાયન લારાએ મેચ વિજેતાની ભવિષ્યવાણી કરી દીધી છે અને પાકિસ્તાનને ખિતાબના વિજેતા ગણાવતાં કાંગારુઓ માટે પાકિસ્તાનને હરાવવું મુશ્કેલ હોવાનાં કારણો જણાવ્યાં.

પાકિસ્તાન જીતશે, જાણો કારણ

પાકિસ્તાન જીતશે, જાણો કારણ

બાબર આઝમની ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગેમના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરી સેમીફાઈનલમાં પહોંચી છે, જ્યારે એરોન ફિંચની કાંગારુ ટીમે લીગ સ્ટેજ ખતમ થઈ ત્યાં સુધી પોતાનો લય પરત મેળવી જીતની પ્રબળ દાવેદારી નોંધાવી છે. એવામાં મેચ શરૂ થાય તે પહેલાં ક્રિકેટ વિશેષજ્ઞો તરફથી ભવિષ્યવાણીઓ કરવી શરૂ થઈ ચૂકી છે જેમાં પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર ડૈમિયન માર્ટિને પોતાની ટીમને વિજેતા જણાવી છે જ્યારે બ્રાયન લારાનું માનવું છે કે પાકિસ્તાનની ટીમે સારી રીતે પોતાનું હોમવર્ક કર્યું છે જેને પગલે તેમને જીત મળવી નક્કી છે. લારાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટ કરતાં પાકિસ્તાન વિજેતા બનવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

પોતાના ટ્વીટમાં બ્રાયન લારાએ કહ્યું, "ઓસ્ટ્રેલિયા ઘણી ખતરનાક ટીમ છે અને તેમની પાસે એક એવી મજબૂત ટીમ છે જે કોઈપણ ટીમને ધૂળ ચટાડી શકે છે. પરંતુ પાકિસ્તાનની ટીમે આ ટૂર્નામેન્ટમાં પોતાની બોલિંગ અને બેટિંગની બાદશાહત દેખાડી છે અને સાબિત કરી દીધું કે તેઓ ઓસ્ટ્રેલિયાને આ સેમીફાઈનલમાં એકતરફી માત આપતાં ફાઈનલમાં પ્રવેશ કરી જશે. પાકિસ્તાનની ટીમ આ સેમીફાઈનલ જીતી જશે તેવી મારી ભવિષ્યવાણી છે."

મેચ પહેલાં પાકિસ્તાનના ખેમામાં ખલબલી

મેચ પહેલાં પાકિસ્તાનના ખેમામાં ખલબલી

જ્યાં એક તરફ બ્રાયન લારા પાકિસ્તાનની ટીમના વિજેતા બનવાની ભવિષ્યવાણી કરી રહ્યા છે ત્યાં દુબઈમાં રમાનાર આ મહત્વની મેચ પહેલાં પાકિસ્તાની ટીમના ખેમામાં ખલબલી મચી છે. ઓસ્ટ્રેલિયાઈ ફેન્સ જાણીને ઘણા ખુશ થશે કે મોહમ્મદ રિઝવાન અને શોએબ મલિક માઈલ્ડ ફ્લૂનો શિકાર થઈ ગયા છે અને બીજા સેમીફાઈનલમાં તેમની ઉપલબ્ધતાની આશંકા બનેલી છે. જ્યાં મોહમ્મદ રિઝવાને બાબર આઝમ સાથે મળીને આ ટૂર્નામેન્ટમાં કેટલીય શાનદાર ઈનિંગ રમી અને ભારત-ન્યૂઝીલેન્ડ જેવી ટીમો સામે જીત હાંસલ કરવામાં મદદ કરી તો બીજી તરફ શોએબ મલિક જ હતા જેમણે નામ્બિયા, અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ જેવી ટીમો સામે વિસ્ફોટક ઈનિંગ રમી મધ્યમક્રમ મજબૂત કર્યો. એવામાં જો આ ખેલાડી સેમીફાઈનલ નથી રમી શકતા તો પાકિસ્તાને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

દુનિયાને નવા ટી20 ચેમ્પિયન મળી શકે

દુનિયાને નવા ટી20 ચેમ્પિયન મળી શકે

ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 2007થી શરૂ થયેલ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એકેય વખત ફાઈનલ મેચ નથી રમ્યો અને હજી પણ પોતાના પહેલા ખિતાબનો ઈંતેજાર કરી રહી છે. જો કે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સમક્ષ પાકિસ્તાનનો પડકાર છે જેણે યૂએઈમાં રમાઈ રહેલ અત્યાર સુધીના ટૂર્નામેન્ટમાં ડોમિનેટ કરતાં જીત હાંસલ કરી છે. સેમીફાઈનલમાં જગ્યા બનાવનાર તમામ ટીમોએ ઓછામા ઓછી એક હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પાકિસ્તાન ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે તમામ પાંચ મેચ જીત્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
PAK vs AUS: Brian lara explained here is why pakistan team will win today's match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X