• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

T20 WC SF, PAK vs AUS: સેમીફાઈનલમાં પાકિસ્તાન- ઑસ્ટ્રેલિયા વચ્ચે થશે મેદાન-એ-જંગ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની ટીમ પોતાના બીજા ખિતાબ તરફ આગળ વધતી જણાઈ રહી છે પરંતુ ગુરુવારે ટી20 વર્લ્ડ કપના બીજા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીતવું પાકિસ્તાન માટે એટલું સરળ નહીં હોય કેમ કે એરોન ફિંચની ટીમે યોગ્ય સમયે લય હાંસલ કરી લીધો છે. વર્લ્ડ કપ 2016ના પહેલા તબક્કામાં બહાર થયા બાદ પાકિસ્તાન આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. બાબર આઝમની આગેવાની વાળી 2009ની ચેમ્પિયન પાકિસ્તાન એકમાત્ર ટીમ છે જેણે વર્લ્ડ કપ 2021માં એકેય મેચમાં હારનો સામનો નથી કરવો પડ્યો.

પ્રેસરમાં પાકિસ્તાને સારું પ્રદર્શન કર્યું

પ્રેસરમાં પાકિસ્તાને સારું પ્રદર્શન કર્યું

ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ યૂએઈના મેદાનમાં પ્રેસરમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે અને અહીંની પરિસ્થિતિને લઈને સહજ છે. વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ બસ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમાયું અને દેશે યૂએઈમાં પોતાના ઘરેલૂ મેચ રમ્યા. અહીં પાકિસ્તાન સુપર લીગના કેટલાય સત્ર પણ આયોજિત થયાં. ભારત સામે ઐતિહાસિક જીતથી અભિયાનની શરૂઆત કરનાર પાકિસ્તાનની ટીમ અજેય જણાઈ રહી છે અને ન્યૂઝીલેન્ડ તથા અફઘાનિસ્તાન સામે વિષમ હાલાતમાં જીત નોંધાવી પોતાની તાકાત દેખાડી ચૂકી છે.

પાકિસ્તાનનો શીર્ષ ક્રમ ઘણો મજબૂત

પાકિસ્તાનનો શીર્ષ ક્રમ ઘણો મજબૂત

બાબર આઝમ (264 રન)ની આગેવાનીમાં પાકિસ્તાનનો શીર્ષ ક્રમ ઘણો મજબૂત છે. બાબર ચાર ફીફ્ટી ફટકારી ચૂક્યો છે અને ટીમને બાબર આઝમથી ફરી એકવાર સારા પ્રદર્શનની ઉમ્મીદ હશે. ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ જો કે તેમના પડકાર માટે સંપૂર્ણપણે તૈયાર હશે અને કોઈપણ ભૂલનો ફાયદો ઉઠાવવા માંગશે. બાબર અને મોહમ્મદ રિઝવાનની સામી જોડી નિષ્ફળ થાય તો પાકિસ્તાનના મધ્ય ક્રમમાં કેટલાય મેચ વિજેતા છે જેમાં લાંબા છગ્ગા ફટકારનાર આસિફ અલી અને અનુભવી શોએબ મલીક અને મોહમ્મદ હાફીઝ આ બધા જ લયમાં છે. જો કે ટીમને ફખર જમનથી સારાં પ્રદર્શનની ઉમ્મીદ હશે જે એકમાત્ર એવા બેટ્સમેન છે જેઓ અત્યાર સુધીની તમામ મેચમાં નિષ્ફળ રહ્યા છે.

શાહીન- હરિસે બેટ્સમેનોને પરેશાન કર્યા

શાહીન- હરિસે બેટ્સમેનોને પરેશાન કર્યા

પાકિસ્તાનના બોલિંગ આક્રમણે પણ ઘણા પ્રભાવિત કર્યા છે. ફાસ્ટર શાહીન શાહ આફરીદી અને હગારિસ રાઉફે વિરોધી બેટ્સમેનોને ખુબ તંગ કર્યા છે. પરંતુ હસન અલી ઉમ્મીદ મુજબ પ્રદર્શન નથી કરી શક્યા. ઓસ્ટ્રેલિયા સામે બાબરને હસન અલીથી સારા પ્રદર્શનની ઉમ્મીદ છે. ઈમાદ વસીમ, મોહમ્મદ હફીઝ અને શાબાદ ખાન ઓસ્ટ્રેલિયા સામે સ્પિન વિભાગમાં કેપ્ટન બાબરના મુખ્ય હથિયાર હશે. ઓસ્ટ્રેલિયાએ સ્પિન સામે અનેકવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ 2010ના ઉપવિજેતા ઓસ્ટ્રેલિયા યોગ્ય સમયે પોતાની સર્વશ્રેષ્ઠ ગેમ દેખાડી રહ્યા છે અને આ ખિતાબ જીતી ઓસ્ટ્રેલિયા આઈસીસી વર્લ્ડ કપ વિજેતાઓમાં પોતાનું નામ સામેલ કરવા પણ ઈચ્છશે.

ઓસ્ટ્રેલિયા પાસે મજબૂત બોલિંગ આક્રમણ

ઓસ્ટ્રેલિયા પાસે મજબૂત બોલિંગ આક્રમણ

ઈંગ્લેન્ડ સામે આઠ વિકેટે મળેલી હાર સિવાયની તમામ મેચમાં એરોન ફિંચની આગેવાની વાળી ટીમે બધા જ મુકાબલામાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો અને દક્ષિણ આફ્રિકાને પછાડી સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી. ઓસ્ટ્રેલિયા પાસે જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિંસની હાજરી વાળા ફાસ્ટ બોલર્સનું આક્રમણ છે જ્યારે મધ્યમ ઓવરોમાં લેગ સ્પિનર એડમ ઝાંપાએ શાનદાર પ્રદર્શન કર્યું છે જેઓ હાલના ટૂર્નામેન્ટના બીજા સૌથી સફળ બોલર છે. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને મિશેલ માર્શે ટીમને બોલથી સફળતાઓ અપાવી છે અને તેમની પાસે સ્પિનર એશ્ટન એગરને રમાડવાનો વિકલ્પ પણ હશે.

વોર્નરની ફોર્મ વાપસીથી કાંગારુ ટીમ ખુશ

વોર્નરની ફોર્મ વાપસીથી કાંગારુ ટીમ ખુશ

ડેવિડ વોર્નરની ફોર્મમાં વાપસીથી ઓસ્ટ્રેલિયાને મજબૂતી મળી છે. ટૂર્નામેન્ટ પહેલાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ડેવિડ વોર્નર બે ફીફ્ટી ફટકારી ચૂક્યા છે જેમાં પાછલી મેચમાં 89 રનની ઈનિંગ પણ સામેલ છે. વોર્નર અને ફિંચની સલામી જોડી કોઈપણ બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. ત્રીજા નંબર પર માર્શ સારા ફોર્મમાં છે. જલદી વિકેટ ગુમાવવાની સ્થિતિમાં સ્ટીવ સ્મિથ પર ઈનિંગને સ્થિરતા આપવાની જવાબદારી રહેશે. જો કે તેમની સ્ટ્રાઈક રેટ ઉમ્મીદ મુજબ નથી રહી. આ મેચાન પર લક્ષ્યનો પીછો કરનાર ટીમોનું પલડું ભારી રહ્યું છે અને એવામાં ફરી એકવાર ટોસ મહત્વની ભૂમિકા નિભાવશે.

પ્લેઈંગ ઈલેવન ઓસ્ટ્રેલિયાઃ

પ્લેઈંગ ઈલેવન ઓસ્ટ્રેલિયાઃ

ડેવિડ વોર્નર, એરોન ફિંચ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ.

પ્લેઈંગ ઈલેવન પાકિસ્તાનઃ

પ્લેઈંગ ઈલેવન પાકિસ્તાનઃ

મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર ઝમન, મોહમ્મદ હાફિઝ, સોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હરિસ રૌફ, શાહીન આફ્રિદી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistan vs Australia 2nd Semi Final Preview in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X