PBKS vs RCB: પંજાબે બેંગલોરને આપ્યુ 210 રનનુ લક્ષ્ય, હર્ષલ પટેલે ઝડપી 4 વિકેટ
IPL 2022ની 60મી મેચ આજે રમાઈ રહી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા. બેંગલોરે જીતવા માટે 210 રન બનાવવાના રહેશે.
પંજાબ તરફથી બેટીંગ કરતા જોની બેરસ્ટોએ 29 બોલમાં 66 રન બનાવ્યા છે. આ ઉપરાંત લિયમ લિવિંસ્ટને 42 બોલમાં સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. શિખર ધવને 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા હર્ષલ પટેલે 4 વિકેટ લીધી હતી.
RCBએ અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાંથી 7 જીતી છે અને તેના 14 પોઈન્ટ છે અને તેમની ટીમને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે બાકીની બંને મેચ જીતવી જરૂરી છે. બીજી તરફ પંજાબ કિંગ્સે અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાંથી માત્ર 5 મેચ જીતી છે અને જો તેઓ બાકીની ત્રણ મેચ જીતવામાં સફળ રહે છે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની તેમની તકો અકબંધ રહેશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો