• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની લાડલી જિવાની પહેલી ઝલક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 માર્ચ: આખરે ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી દીકરી જિવાની પહેલી ઝલક લોકોની સામે આવી જ ગઇ. ધોનીની પત્ની અને ઝિવાની લવિંગ મોમ સાક્ષી સિંહ ધોનીએ સોમવારે મોડી રાત્રે ટ્વિટર પર બેબીની તસવીર પોસ્ટ કરી છે, જોકે આ તસવીરમાં બેબીની તસવીર નથી દેખાઇ રહી, પરંતુ તેના નાના-નાના હાથ દેખાઇ રહ્યા છે, જે તેની માતાની હથેળીને અડી રહ્યા છે. સાક્ષીએ તસવીરનું ટાઇટલ આપ્યું છે- bundle of joy... અને સાથે જ લોકોનો તેમની પ્રાર્થના માટે આભાર વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે 9 ફેબ્રુઆરીના રોજ સાક્ષીએ પોતાની પહેલી સંતાનને ગુડગાવની ખાનગી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. જિવાના પિતા એટલે કે ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ હજી સુધી પોતાની દીકરીનો રૂબરૂ ચહેરો જોયો નથી, કારણ કે તેઓ વિશ્વકપ 2015 માટે ઓસ્ટ્રેલિયામાં છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પોતાની દીકરીને મળવા માટે ઇન્ડિયા જઇ રહ્યા છે તો ધોનીએ જણાવ્યું હતું કે હું મારી દીકરીના જન્મ પર ખૂબ જ ખુશ છું, પરંતુ હાલમાં હું ભારત જઇ શકું તેમ નથી કારણે હાલમાં હું દેશની ડ્યૂટી કરી રહ્યો છું. ભારતની જનતા હાલમાં મારી સામે ખૂબ જ આશાની નજરોથી જોઇ રહી છે, એવામાં હું તેમની આશાને અધરમાં તો છોડી શકું નહીં. બાકીની વસ્તુઓ વેઇટ કરી શકે છે પરંતુ વિશ્વકપ ના કરી શકે.

આપને જણાવી દઇએ કે જેવું સાક્ષીએ બેટી જિવાની તસવીર ટ્વિટ કરી છે એક વાર ફરી તેમને શુભેચ્છા પાઠવનારની હોડ લાગી ગઇ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The first picture of India captain MS Dhonis daughter Ziva is out. Mother Sakshi Singh Dhoni has posted the image of her little daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X