For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Preview:Eng Vs NZ ઇંગ્લેન્ડનું ધ્યાન રહેશે સેમિ-ફાઇનલ પર

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની 6ઠ્ઠી મેચઃ ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડઇંગ્લેન્ડની નજર રહેશે સેમિ-ફાઇનલ પરચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડને 2 અને ન્યૂઝીલેન્ડને 1 અંક મળ્યા છે

By Shachi
|
Google Oneindia Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ઇંગ્લેન્ડની ટીમ પૂરા જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી મેચમાં જ બાંગ્લાદેશને હરાવીને 2 અંક મેળવી ચૂકી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પહેલી મેચમાં માત્ર 1 જ અંક મેળવી શકી. ન્યૂઝીલેન્ડની પહેલી મેચ ઑસ્ટ્રેલિયા સામે હતી, મેચમાં વરસાદને કારણે ખલેલ પડતાં બંન્ને ટીમોને 1-1 અંક આપવામાં આવ્યો હતો.

Eng Vs. NZ

ગ્રુપ એ ના આ મહત્વપૂર્ણ મુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમ 2 અંક મેળવવા માટે જીતવાનો પૂરો પ્રયત્ન કરશે, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ આ મેચમાં જીત મેળવી સેમિફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરશે. બાંગ્લાદેશની સરખામણીમાં ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત છે, ઇંગ્લેન્ડ સામે આ વખતે મોટો પડકાર છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેન ફોર્મમાં

ઇંગ્લેન્ડના જો રૂટ ખૂબ ફોર્મમાં છે, બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં તેમણે સદી ફટકારી વાહવાહી મેળવી હતી. ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ માત્ર 5 રનથી સદી ફટકારતા રહી ગયા હતા, તેમણે બાંગ્લાદેશ સામેની મેચમાં 95 રન બનાવ્યા હતા. ટીમના કપ્તાન ઇયૉન મોર્ગન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત મોટી જીત સાથે કરવામાં સફળ રહ્યાં છે. તેમણે પ્રથમ મેચમાં 61 બોલમાં 75 રન બનાવ્યા હતા. એક માત્ર જેસન રોય નબળા પડી રહ્યાં છે, તેઓ પોતાની છેલ્લી 6 મેચોમાં 20 રનનો સ્કોર પાર નથી કરી શક્યાં.

રાશિદની વાપસી થઇ શકે છે

ઇંગ્લેન્ડ ટીમના બોલર્સ તેમને માટે પડકાર રૂપ છે. ટીમના મુખ્ય બોલર ક્રિસ વોક્સ ફિટ ન હોવાથી આ મેચ નહીં રમી શકે. બાંગ્લાદેશ સામેની મેચમાં વોક્સ માત્ર 2 ઓવર રમીને ઘાયલ થઇ ગયા હતા. તેમની જગ્યાએ ટીમમાં સ્ટીવન ફિનનો સમાવેશ કરવામાં આવ્યો છે, કહેવાઇ રહ્યું છે કે, મોર્ગન આદિલ રાશિદને પણ ટીમમાં પાછા લઇ શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે પણ પડકાર

કેન વિલિયંસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડની ટીમ આમ તો ફિટ છે. લૂક રોંચી ફોર્મમાં છે. માર્ટિન ગુપ્ટિલની શાનદાર રમત કોઇ પણ ટીમ માટે ઘાતક સાબિત થઇ શકે છે. ટીમના બોલર્સ એડમ મિલન, ટિમ સાઉદી, ટ્રેંટ બોલ્ટ પર રમતની ખાસ જવાબદારી હશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Preview: Champions Trophy 2017: Match 6: New Zealand Vs England on June 6. England will eye on semifinal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X