ટેસ્ટ મેચના સુપરમેન સાહાએ કહી પોતાના મનની વાત

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ટેસ્ટ ટીમ ના વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ સાબિત કરી દીધું છે કે, તેઓ માત્ર બેસ્ટ વિકેટકીપર કે બેટ્સમેન નથી, શાનદાર ફીલ્ડર પણ છે. તેમણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ શ્રૃંખલાના અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં બે વિશ્વસ્તરીય કેચ પકડીને તેમણે સૌને ચોંકાવી દીધા છે.

saha

આ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, હું મારા ફેન્સનો આભાર માનું છું. આ બંન્ને મેચ ઘણી કપરી હતી. પરંતુ વ્યક્તિગત રીતે મને પૂના ટેસ્ટમાં પકડેલો કેચ વધારે પડકારજનક લાગ્યો હતો.

સાહાના નામથી લોન્ટ થયા વિકેટકીપિંગ ગ્લોવ્સ

શનિવારે સાહાના નામથી વિકેટકીપિંગ ગ્લોવ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ લોન્ચિંગ કાર્યક્રમમાં સાહાએ પત્રકારોને કહ્યું કે, પૂનાની મેચમાં કેચ વખતે રિએક્શન ટાઇમ ઓછો હતો તથા ઉમેશયાદવ બોલિંગ કરી રહ્યાં હતા, જે ઝડપી બોલર છે. જ્યારે બેંગ્લુરૂ ટેસ્ટમાં સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરી રહ્યાં હતા. વ્યક્તિગત રીતે તેમને માટે પૂના ટેસ્ટનો કેચ પકડવો વધારે પડકારજનક હતો.

English summary
Between his two world class catches in two cricket Tests played so far against Australia, India wicketkeeper Wriddhiman Saha rated the one in Pune in the first rubber as tougher than his Bengaluru take.
Please Wait while comments are loading...