For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલી માટે રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, લખ્યું - આ નફરત કરનારાઓને માફ કરો અને ટીમનું ધ્યાન રાખો

વિરાટની પત્ની અનુષ્કા અને પુત્રીને લઈને સોશિયલ મીડિયા પર હિંસક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. જે બાદ રાહુલે વિરાટને આ નફરત કરનારાઓ પર ધ્યાન ન આપવા માટે જણાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય ક્રિકેટર ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. વિરાટની પત્ની અનુષ્કા અને પુત્રીને લઈને સોશિયલ મીડિયા પર હિંસક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. જે બાદ રાહુલે વિરાટને આ નફરત કરનારાઓ પર ધ્યાન ન આપવા માટે જણાવ્યું છે.

Rahul gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અગાઉ પણ મોહમ્મદ શમીને સમર્થન જાહેર કર્યું હતું

રાહુલ ગાંધીએ મંગળવારની સાંજે એક ટ્વિટમાં લખ્યું હતું કે, ડિયર વિરાટ, આ લોકો નફરતથી ભરેલા છે. કારણ કે, તેમને કોઈ પ્રેમ નથી આપતું. તેમને માફ કરો. તમે ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અગાઉ પણ મોહમ્મદ શમીને સમર્થન જાહેર કર્યું હતું.

રાહુલે ટ્વીટ કરીને શમીને સમર્થન આપ્યું

પાકિસ્તાન સામેની હાર બાદ ગત સપ્તાહે શમીને મુસ્લિમ હોવાના કારણે સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવ્યો હતો. જેના પર રાહુલે ટ્વીટ કરીને શમીને સમર્થન આપ્યું હતું, ત્યારે પણ તેમણે શમીને જણાવ્યું હતું કે, ગંદી ભાષા લખનારા લોકોને માફ કરો, તેમને પ્રેમ નથી મળ્યો એટલે તેઓ માત્ર નફરતને જ સમજે છે.

બે હાર બાદ વિરાટને કરાઇ રહ્યો છે ટાર્ગેટ

UAEમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની મેચ પહેલા પાકિસ્તાન અને બાદમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ છે. બંને મેચમાં ટીમની એકતરફી હાર અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના ખતરા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ખેલાડીઓના પ્રદર્શનથી આગળ વધીને તેમના પરિવાર, ધર્મ વગેરે વિશે ટિપ્પણી કરી છે, જ્યારે શમીની ધાર્મિક ઓળખને નિશાન બનાવવામાં આવી છે, ત્યારે વિરાટ કોહલીના પરિવાર પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. વિરાટ અને અનુષ્કા શર્માની 9 મહિનાની પુત્રી પર બળાત્કારની ધમકી આપવામાં આવી છે.

મહિલા આયોગે વિરાટ કોહલીની 9 મહિનાની પુત્રીને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી આપવાનું પણ સંજ્ઞાન લીધું

દિલ્હીના મહિલા આયોગે વિરાટ કોહલીની 9 મહિનાની પુત્રીને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકી આપવાનું પણ સંજ્ઞાન લીધું છે. તેને ગંભીર ગણાવતા પંચે દિલ્હી પોલીસ પાસેથી તેના પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Congress MP Rahul Gandhi has expressed his support for Indian cricket team captain Virat Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X