DDCAના અધ્યક્ષ પદેથી રજત શર્માનુ રાજીનામુ, જાણો શું છે કારણ
દિલ્લી ક્રિકેટ તેમજ જિલ્લા એસોસિએશન (ડીડીસીએ)ના અધ્યક્ષ રજત શર્માએ શનિવારે બધાને ચોંકાવીને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ. રજત શર્માએ પોતાના ઉપર સંસ્થાની અંદર સતત વિવિધ પ્રકારનુ દબાણ બનાવવાનો દાવો કરીને રાજીનામુ આપ્યુ. રજત શર્મા લગભગ 20 મહિનાથી ડીડીસીએના અધ્યક્ષ તરીકે જોડાયેલા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે રજત શર્માએ આ રાજીનામુ ડીડીસીએના મહાસચિવ વિનોદ તિહારા સાથે સાર્વજનિક મતભેદોના કારણે આપ્યુ છે જેમને સંગઠનમાં ઘણુ સમર્થન છે.
રજત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યુ, દિલ્લી ક્રિકેટ તેમજ જિલ્લા પ્રશાસના દરેક સમયે ખેંચતાણ અને દબાણભર્યો માહોલ હોય છે. મને લાગે છે કે સક્રિય ક્રિકેટમાં પોતાની સાથે જોડાયેલા સ્વાર્થ હંમેશા જ રમત માટે ઘાતક સાબિત થાય છે. તેમણે કહ્યુ, 'મારા માટે ડીડીસીએમાં પોતાની ઈમાનદારી, સચ્ચાઈના સિદ્ધાંતો અને પારદર્શિતાને નેવે મૂકીને કામ કરવુ સંભવ નહોતુ અને હું કોઈ પણ સ્થિતિમાં પોતાના જીવનના આ સિદ્ધાંતો સાથે સમજૂતી કરવા માટે તૈયાર નથી.' રાજીનામુ આપ્યા બાદ રજત શર્માએ કહ્યુ, 'પોતાના કાર્યકાળ દરમિયાન મારા રસ્તામાં અડચણો પેદા કરવામાં આવી, મારો વિરોધ કરવામાં આવ્યો અને ઘણી રીતે ઉત્પીડિત પણ કરવામાં આવ્યો પરંતુ મે નિષ્પક્ષ અને પારદર્શિતાના રસ્તો રામ કરવાનુ ન છોડ્યુ.' તેમણે કહ્યુ, 'એટલા માટે અંતમાં હું આ નિર્ણય પર પહોંચ્યો છુ અને તાત્કાલિક પ્રભાવથી ડીડીસીએના અધ્યક્ષ પદેથી સર્વોચ્ચ પરિષદને પોતાનુ રાજીનામુ સોંપુ છુ.'
ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના સક્રિય સમર્થન બાદ રજત શર્મા ડીડીસીએમાં શામેલ થયા હતા. ડીડીસીએમા શામેલ ઘણા અધિકારીઓનુ માનવુ છે કે અરુણ જેટલીના મૃત્યુ બાદ રજત શર્માએ પોતાની પકડ ગુમાવી દીધી કારણકે એક એ જ હતા જે ડીડીસીએમાં વહેંચાયેલા ઘણા જૂથોને એક સાથે લઈને આવતા હતા.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ આ કારણસર રાજ્યપાલને આજે મળશે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો