• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL Auction 2019: 16 વર્ષની ઉંમરે પ્રયાસ રાય બની ગયો કરોડપતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 16 વર્ષની ઉંમરનો એક છોકરો જે આગામી વર્ષે થનાર ધોરણ 12મા બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ ઉંમરમાં કોઈ છોકરો પોતાના ટ્યૂશન અને વ્યસ્ત ક્લાસ શિડ્યૂઅલમાંથી બહાર આવતો નથી હોતો, પરંતુ પ્રયાસ રાય બર્મનની કહાની એક ટિપિકલ છોકરાથી થોડી અલગ છે. તે 12માની પરીક્ષા પાસ કર્યા પહેલા પોતાના સોનેરી કરિયરની શરૂઆત કરી ચૂક્યો છે અને સીધો જ કરોડપતિ બની ગયો છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ 16 વર્ષનો યુવા ખેલાડી પ્રયાસ રાય બર્મનની, જેના પર હરાજીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દોઢ કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે.

વિજય હજારે ટ્રોફીથી ચમકાવ્યું નામ

વિજય હજારે ટ્રોફીથી ચમકાવ્યું નામ

લેગ સ્પિનર બર્મને વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે 9 મેચમાં 11 વિકેટ ખેરવી હતી. 4.45ની સારી ઈકોનોમી સાથે બોલિંગ કરવા ઉપરાંત તે પોતાની ટીમ તરફથી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો હતો. જે બાદ આઈપીએલ ટેલેન્ટ સ્કાઉટની નજર તેના પર પડી. વિજય હજારે ટૂર્નામેન્ટ સિવાય અન્ય કોઈ ટૂર્નામેન્ટ તે રમ્યો નથી.

આરસીબીએ પ્રતિભાનું સન્માન કર્યું

આરસીબીએ પ્રતિભાનું સન્માન કર્યું

પ્રયાસની સારી પ્રતિભાને પગલે આરસીબીએ માત્ર તેના પર મોટો દાવ જ નથી લગાવ્યો બલકે આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરીને ઉત્સાહિત પણ છે. આરસીબીએ ઘોષણા કરતા કહ્યુ્ં કે પ્રયાસ રાય બર્મન બોલ્ડ છે. 16 વર્ષનો આ પ્રતિભાશાળી લેગ સ્પિનર પહેલેથી જ પોતાની ટીમ બંગાળ તરફથી કમાલ કરી ચૂક્યો છે.

ભારતનો બીજો અનિલ કુંબલે

દોઢ કરોડ રૂપિયા આપીને આરસીબીએ પસંદગી કરતાં પ્રયાસે કહ્યું કે, ભારતના તમામ યુવાઓની જેમ વિરાટ કોહલી મારા પણ રોલ મોડેલ છે. તેમની સાથે એક ફોટો પડાવવો મારું અત્યાર સુધીનું સપનું હતું, પરંતુ હવે હું તેમની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા જઈ રહ્યો છું. જે એકદમ અવિશ્વસનિય છે. 6 ફીટ 1 ઈંચ લાંબો આ બોલર બોલને અતિ ઘુમાવનાર સ્પિનર નથી, પરંતુ તે હવામાં ગતિ પરિવર્તન કરવામાં અને યોગ્ય દિશામાં બોલ ફેંકવા પર વધુ ભરોસો કરે છે. ભારતના મહાન બોલર અનિલ કુંબલે પણ આવી જ બોલિંગ કરતા હતા. આ વિશે વાત કરતા તેમણે જણાવ્યું, કેટલાક વર્ષ પહેલા મારી લંબાઈ વધુ નહોતી. બે વર્ષથી મારી લંબાઈ તેજીથી વધી અને ત્યારથી ઘણા લોકો કહી રહ્યા છે કે હું અનિલ કુંબલેની જેમ બોલિંગ કરી રહ્યો છું.

પિતાનું મોટું યોગદાન

પિતાનું મોટું યોગદાન

જો કે અત્યારે રણજી ટ્રોફીમાં પોતાના પડકારને સ્વીકારતા પ્રયાસ કહે છે કે મને લાગે છે કે હજુ મારે રણજી ટ્રોફી માટે લાંબો સફર નક્કી કરવાનો છે. રણજી ટ્રોફી એકદમ અલગ પ્રકારની બોલ ગેમ છે. આમ તો હું 15 ખેલાડીઓમાં સામેલ હતો અને આ દરમિયાન મેં કેપ્ટન મનોજ તિવારી અને કોચ સાઈરાજ બહુતુલેથી ઘણું સીખ્યો છું. પ્રયાસે પોતાના પિતાના યોગદાન વિશે જણાવતા કહ્યું કે મારા પિતાએ અભ્યાસની સાથે રમવા માટે મને પૂરી આઝાદી આપી છે. મારી બહેન એક આઈટી પ્રોફેશનલ છે, જ્યારે મેં ક્રિકેટને પસંદ કર્યું. જેમાં મારા પિતાની પણ કોઈ રોકટોક નહોતી.

Video: ગધેડાઓની વસતીના મામલે પાકિસ્તાન નીકળ્યું સૌથી આગળVideo: ગધેડાઓની વસતીના મામલે પાકિસ્તાન નીકળ્યું સૌથી આગળ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
rcb selected prayash rai barman for 1.5 crore rupee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X