ધોની માટે આઈપીએલ જીતવા માંગે છે રોબિન ઉથપ્પા, જાણો શું કહ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે રાજસ્થાન રોયલ્સની ટીમે કેટલાય બદલાવ કર્યા છે જેમાં તેમણે પોતાના સલામી બેટ્સમેન રોબિન ઉથપ્પાને ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ટ્રેડ કરવાનું કામ કર્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમથી જોડાયા બાદ રવિવારે પહેલીવાર રોબિન ઉથપ્પા યેલો જર્સી પહેરી જોવા મળશે. રોબિન ઉથપ્પાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે સીએસકેની ટીમ સાથે જોડાવવાની પોતાની ખુશી અને એમએસ ધોનીની કપ્તાનીમાં રમવાને લઈ ઉત્સાહિત જોવા મળ્યા. ઉથપ્પાએ આ વીડિયોમાં સીએસકે માટે રમવા પર વાત કરતા કહ્યું કે તે ધોનીની કપ્તાનીમાં રમવા માંગતો હતો અને તેઓ અલવિદા કહે તે પહેલાં એકવાર આઈપીએલ ટ્રોફી તેમના માટે જીતવા માંગે છે.
આ વીડિયોમાં રોબિન ઉથપ્પા ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સને સંબોધિત કરતો જોવા મળી રહ્યો છે અને ધોનીની સાથે રમવાને લઈ પોતાના અનુભવ વિશે ચર્ચા કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શેન વૉટ્સને સંન્યાસ લીધા બાદ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ રૉબિન ઉથપ્પાને નવા સલામી બેટ્સમેન તરીકે રમાડી શકે છે અને ઋતુરાજ ગાયકવાડ સાથે ટીમ માટે ઈનિંગ શરૂ કરતા જોવા મળી શકે છે.
પોતાના વીડિયોમાં વાત કરતાં વૉટ્સને કહ્યું, 'હેલો ચેન્નઈ, તમે કેમ છો. સૌથી પહેલાં હું સીએસકે અને તેના બદા ફેન્સનો આભાર વ્યક્ત કરું છું જેમણે પાછલા કેટલાક અઠવાડિયામાં જબરદસ્ત રીતે મારું સ્વાગત કર્યું છે અને પોતાનો પ્રેમ અને સમર્થન આપ્યું છે. સીએસકે માટે રમવું મારી ઈચ્છા હતી જે પૂરી થઈ ગઈ છે. હું હંમેશાથી ઈચ્છતો હતો કે હું ધોનીની કપ્તાનીમાં ફરી એકવાર રમી શકું અને તેમના સંન્યાસ પહેલાં તેમની નીચે રહી ટ્રોફી જીતી શકું. સીએસકે માટે રમવાનો મોકો મળવો મારા માટે આશિર્વાદની જેમ છે.'
ઉલ્લેખનીય છે કે રોબિન ઉથપ્પા સીએસકેની ટીમમાં ધોની ઉપરાંત રૈના અને અંબાતિ રાયડુ સાથે રમતા જોવા મળશે જેમની સાથે તેઓ પહેલાં પણ ઘણું ક્રિકેટ રમી ચૂક્યા છે.
આ વિશે વાત કરતા તેમણે કહ્યું, 'એટલું જ નહિ હું ધોની ઉપરાંત કેટલાય એવા ખેલાડીઓ સાથે રમવા માંગું છું જેમની સાથે રમતાં હું વડો થયો છું. અંબાતી રાયડૂ, સુરેશ રૈના સાથે હું અંડર 17 સમયેથી રમતો વડો થયો છું. ચેન્નઈનો ભાગ બનીને હું ખુશ છું. હું બહુ મહેનત કરીશ અને મોકો મળવા પર સારું પ્રદર્શન કરીશ.'
IPL 2021: ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન બાદ હવે કાંગારૂ કોચ પણ રાજસ્થાન રોયલ્સથી બહાર
જણાવી દઈએ કે રોબિન ઉથપ્પા માટે આઈપીએલની પાછલી સિઝન કંઈ ખાસ નહોતી રહી અને તે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો