
રોહિત શર્મા, વિરાટ કોહલીને ટીમમાંથી કરવામા આવશે બહાર, ટીમ ઇન્ડીયામાં બદલાવનો ખુલાસો
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડે વિકેટથી હાર આપી છે. ત્યાર બાદ દરેક દિશામાં આ પ્રકારની ચર્ચા જોઇ શકાય છે. ટીમમાં બદલાવ થવો જોઇએ ફેન્સે પણ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યો છે. અધિકારીત રતી અત્યાર સુધી કઇ જ સામે નથી આવ્યુ પરંતુ એક રિપોર્ટ અનુસાર અમુક સીનિયર ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને અશ્વિન જેવા ખેલાડી બહાર થઇ શકે છે.
પીટીઆઇ સાથે બીસીસીઆઇના સૂત્રોએ કહ્યુ કે, કોઇ કોઇને સન્યાસ લેવા માટે નથી કહતા પરંતુ પરંતુ આગામી વર્ષે યોજાનાર ટી20 મેચોમાથી સીનિયર ખેલાડી બહાર થશે અને તમને વનડે મેચો પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ સિવાય ટે્ટ મેચોમાં પણ રમશે. જો રિટાર્યમેન્ટ ના લેવો હોય તો કોઇ વાંધો નહી પરંત આગામી વર્ષણાં સીનિયર ખેલાડી ટી20 માં જોવા નહી મળે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટી20 વર્લ્ડકપમાં આગામી એડીશનમાં એકદમ નવી ટીમ સામે આવી છે. આગામી વર્લ્ડકપ વર્ 2024 માં થશે. આ સિવાય એ પણ સામે આવ્યુ છે. ટીમ ઇન્ડિયામાં લાંબા સમયસુધી કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા પહેલી પસંદ છે. તેનો અર્થ એ છે કે, ટીમમાં બદલાવ નક્કી છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો