ઓહ! આ યુવતીના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો રોહિત, તસવીર કરી ટ્વિટ
નવી દિલ્હી, 4 મે: ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા પણ હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે, તેણે પોતાની જીગરી દોસ્ત રિતિકા સાજદેહને જ પોતાની લાઇફ પાર્ટનર બનાવવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકારી ખુદ મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ ટ્વિટ કરીને આપી છે.
રોહિતની લાઇફ પાર્ટનર રિતિકા એક સ્પોર્ટ્સ ઇવેંટ મેનેજર છે અને ક્રિકેટમાં ખૂબ જ વધારે રસ ધરાવે છે. રોહિતની અને રિતિકા છેલ્લા છ વર્ષથી એક બીજાને ઓળખે છે અને આ ગાઢ મિત્રતા હવે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઇ છે, જેવો રોહિતને આ પ્રેમનો અહેસાસ થયો તેણે તુરંત રિતિકાને પ્રપોજ કરી દીધું અને પોતાના પ્રેમની અંગુઠી રિતિકાની આંગળીમાં પહેરાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે પોતાના જન્મ દિવસ 30 એપ્રિલના બે દિવસ પહેલા જ રિતિકાને રોહિતે પ્રપોજ કર્યું.
વર્લ્ડકપ તુરંત બાદ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ લગ્ન કરી લીધા હતા હવે રોહિત શર્માની સગાઇના સમાચાર આવી રહ્યા છે, જ્યારે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ ખુલીને અનુષ્કા શર્માની સાથે પ્રેમના સંબંધોનો એકરાર કર્યો છે. કુલ મળીને કહી શકાય છે કે ટીમ ઇન્ડિયાના ધુરંધર ઝડપથી પોતાના જીવનની બીજી પારી શરૂ કરવા જઇ રહ્યા છે અથવા કરવા તત્પર છે જેના માટે આપણે તેમને શુભેચ્છા આપવી જોઇએ.
From best friends to soulmates, couldn't get any better @ritssajdeh pic.twitter.com/AtJBfc9yjA
— Rohit Sharma (@ImRo45) May 3, 2015
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો