For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''રોહીતના ચક્કરમાં ગેઇલે ફટકારી દીધી બેવડી સદી''

|
Google Oneindia Gujarati News

કૈનબરા, 24 ફેબ્રુઆરી: હેડલાઇન વાંચીને આપ વિચારી રહ્યા હશો કે આખરે ગેઇલની બેવડી સદીમાં રોહિત શર્મા ક્યાથી આવી ગયા, પરંતુ મિત્રો આ વાત અમે નહીં ખુદ ગેઇલે કહી છે. ઝિમ્બાબ્વેના પોતાના તોફાની અંદાજથી ચારેય ખાના ચિત્ત કરી દેનારા વેસ્ટઇન્ડિઝના વિસ્ફોટક સલામી બેટ્સમેન ક્રિસ ગેઇલે જણાવ્યું કે જ્યારથી રોહિત શર્માએ વનડેમાં બેવડી સદી લગાવી હતી ત્યારથી જ મારા દિમાગમાં હતું કે હું પણ બેવડી સદી ફટકારીશ અને આજે મેં તે ફટકારી દીધી.

chris
નોંધનીય છે કે ક્રિસ ગેઇલે ઝિમ્બાબ્વેની વિરુદ્ધ વિશ્વકપ પૂલ-બીની મેચમાં 16 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 215 રન બનાવ્યા. કોઇ પણ બેટ્સમેન દ્વારા વિશ્વકપમાં બનાવવામાં આવેલ આ સર્વાધિક રન છે. આ પહેલા દક્ષિણ આફ્રીકાના ગેરી કર્સ્ટને 1996 વિશ્વકપમાં સંયુક્ત અરબ અમીરાતની વિરુદ્ધ 188 રનોની સર્વોચ્ચ પારી ખેલી હતી.

રોહીતના ચક્કરમાં ગેઇલે ફટકારી દીધી બેવડી સદી
ગેઇલે હંસતા હંસતા જણાવ્યું કે મને રોહીત શર્માથી થોડી થોડી જલન પણ થતી હતી, પરંતુ હવે નહીં થાય કારણ કે રોહિતના કારણે જ આજે મે બેવડી સદી ફટકારી છે. હું આજે મારી પહેલી બેવડી ફટકારીને ખૂબ જ ખુશ છું. જ્યારે રોહીત શર્માએ એકદીવસીય મેચમાં જ્યારે બે વખત આ સિદ્ધિ હાસલ કરી ત્યારથી જ હું બેવડી સદી ફટકારીવા માંગતો હતો.

નોંધનીય છે કે રોહિત વનડે ક્રિકેટમાં બે વાર બેવડી સદી ફટકારનાર વિશ્વના એક માત્ર ખેલાડી છે. રોહિતના નામે એકદિવસીય ક્રિકેટની સૌથી મોટી પારી ખેલનો વિક્રમ પણ નોંધાયેલો છે. તેણે ગયા વર્ષે શ્રીલંકાની વિરુદ્ધ 264 રન બનાવ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
West Indies opener Chris Gayle, who smashed the first World Cup double-century here Tuesday, said he wanted to get it ever since Indias Rohit Sharma scored two of them in ODIs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X