• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RR vs DC Preview: શું રાજસ્થાન રોયલ્સ જીતનું ખાતું ખોલાવી શકશે, જાણો કોનું પલડું ભારી?

|

IPL 2021ની 14મી સિઝનનો આજે સાતમો મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાનની નજર પહેલી મેચ જીતવા પર હશે. પંજાબ સામે 4 રને હારી રાજસ્થાને આઈપીએલ 2021 કેમ્પેનની શરૂઆત કરવી પડી હતી. 222 રનનો પીછો કરતાં તેમણે સંજૂ સેમસનની 119 રનની ઈનિંગ ખાતર બેટથી સારી ટક્કર આપી પરંતુ ફિનિશિંગ લાઈનને પાર ના કરી શક્યા.

બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયા બાદ રાજસ્થાન રોયલ્સ પોતાના મધ્ય ક્રમમાં ઓછામા ઓછો એક બદલાવ કરવા માટે તૈયાર છે. સ્ટોક્સની અનુપસ્થિતિમાં ડેવિડ મિલરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવાની સંભાવના છે. માટે રાજસ્થાન રોયલ્સ આઈપીએલ 2021માં પોતાનું ખાતું ખોલવા માંગશે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન કેવી હશે આવો જાણીએ...

ઓપનિંગ જોડી

ઓપનિંગ જોડી

બેન સ્ટોક્સ બહાર થવાના કારણે હવે જોસ બટલર શીર્ષ પર પરત ફરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયા તે પહેલાં પણ બટલરને ઓપનિંગમાં મોકલવાની માંગ કરાઈ રહી હતી. પંજાબ સામે બટલરે ચોથા નંબરે બેટિંગ કરી હતી, અને 13 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી. પાછલી મેચમાં મનન વોહરા કંઈ ખાસ કમાલ ના દેખાડી શક્યા. તેમણે 8 બોલમાં 12 રન બનાવ્યા હતા, જેમાં 1 છગ્ગો અને 1 ચોગ્ગો સામેલ હતો. એવામાં ફરી એકવાર વોહરાને મોકો મળે તેવી સંભાવના છે.

મધ્ય ક્રમઃ સંજૂ સેમસન, ડેવિડ મિલર, રિયાન પરાગ

બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયા બાદ રાજસ્થાન રોયલ્સ પોતાના મધ્યક્રમમાં એક બદલાવ કરશે. સ્ટોક્સની ગેરહાજરીમાં બટલર ઓપનર તરીકે આવવા પર ડેવિડ મિલરને પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવાની સંભાવના છે. લિયામ લિવિંગસ્ટોન એક અન્ય વિકલ્પ છે, પરંતુ મધ્ય ક્રમના બેટ્સમેનના રૂપમાં મિલરનો અનુભવ તેમને રમવા માટે ફેવરિટ બનાવે છે.

મધ્ય ક્રમના અન્ય બે બેટ્સમેન સંજૂ સેમસન અને રિયાન પરાહ હશે. સેમસને પોતાની કપ્તાની શરૂઆત રોયલ્સ સાથે બંજાબ વિરુદ્ધ શાનદાર સદી સાથે કરી અને આગામી ગેમમાં પોતાની ટીમને જીતના રસ્તે લાવવા માંગી રહ્યા છે. રિયાન પરાગ પણ પાછલી મેચમાં સારા લયમાં જોવા મળ્યા જેમણે 11 બોલમાં 25 રન બનાવ્યા હતા.

બોલરઃ શ્રેયસ ગોપાલ, ચેતન સકારિયા, મુસ્તફિજુર રહમાન

બોલરઃ શ્રેયસ ગોપાલ, ચેતન સકારિયા, મુસ્તફિજુર રહમાન

મુસ્તફિજુર રહેમાન અને શ્રેયસ ગોપાલ આગામી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી રાખે તેવી સંભાવના છે, જ્યારે ચેતન સકારિયા પોતાના ડેબ્યૂ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગે છે. મુસ્તફિજુરે પંજાબ સામે 4 ઓવરમાં 45 રન લૂંટાવ્યા હતા જ્યારે શ્રેયસ ગોપાલે માત્ર 4 ઓવરમાં 40 રન લૂંટાવ્યા. બીજી તરફ સકારિયાએ 31 રન આપી 3 વિકેટ ચટકાવી હતી.

બીજી તરફ દિલ્હી કેપિટલ્સ પોતાના જીતનો લય યથાવત રાખવા માંગશે, જેણે પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને આસાનીથી 7 વિકેટે હરાવી દીધી હતી. દિલ્હી આ વખતે રિષભ પંતની કપ્તાનીમાં સફર કરી રહી છે. પાછલી મેચમાં દિલ્હીને ચેન્નઈએ 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જવાબમાં દિલ્હીએ 18.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધો. રાજસ્તઆન વિરુદ્ધ દિલ્હી પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ કરે તેવું સંભવ નથી લાગી રહ્યું.

ઓપનિંગ જોડી

ઓપનિંગ જોડી

પાછલી મેચમાં પહેલી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરનાર શિખર ધવન અને પૃથ્વી શૉ ફરી એકવાર ટીમને સારી શરૂઆત અપાવવાની કોશિશ કરશે. શૉએ 38 બોલમાં 72 રન બનાવ્યા હતા જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા જ્યારે બીજી તરફ શિખર ધવને 54 બોલમાં 85 રન બનાવી ટીમની જીત પાક્કી કરી દીધી હતી. આ જોડીમાં પોતાનો સારો તાલમેલ છે જે આપણને રાજસ્તઆન સામે પણ જોવા મળશે.

મધ્યમ ક્રમઃ અજિંક્ય રહાણે, રિષભ પંત, શિમરોન હેટમાયર

મધ્યમ ક્રમઃ અજિંક્ય રહાણે, રિષભ પંત, શિમરોન હેટમાયર

જ્યારે મધ્યમ ક્રમની જવાબદારી અજિંક્ય રહાણે, પંત અને શિમરોન હેટમાયરના ખભા પર હશે. જો કે મેચની સ્થિતિને જોતાં દિલ્હી કેપિટલ્સ બદલાવ કરી શકે છે. પહેલી મેચમાં ટીમ લયમાં હતી ત્યારે પંત ખુદ ત્રીજા નંબર પર આવ્યા હતા જ્યારે માર્કસ સ્ટોઈનિસ ચોથા નંબર પર આવ્યા હતા જેથી જલદી મેચ ખતમ કરી શકાય. કુલ મિલાવી ટીમ પાસે એક મજબૂત મધ્ય ક્રમ છે. દિલ્હીના કેપ્ટન રિષભ પંત હાલ સારા ફોર્મમાં છે. તેમણે ભારત વિરુદ્ધ 4 મહિનામાં રમાયેલ તમામ ફોર્મેટમાં રન બનાવ્યા હતા. તેમણે ચેન્નઈ સામે કેપ્ટન તરીકે પોતાની પહેલી જીત હાંસલ કરી અને નિશ્ચિત રૂપે રાજસ્થાન વિરુદ્ધ એક્સ ફેક્ટર બનશે. જ્યારે રહાણે પણ દમદાર ખેલ દેખાડવાનો પ્રયાસ કરશે. અને શિમરોન હેટમાયર વડી હિટ લગાવવા માટે ઓળખાય છે.

ઓલરાઉન્ડરઃ માર્કસ સ્ટોયનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન

ઓલરાઉન્ડરઃ માર્કસ સ્ટોયનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન

ટીમ પાસે ત્રણ ઓલરાઉંડર છે જે અંતિમ સમયે કંઈપણ કરી શકે છે. ચેન્નઈ વિરુદ્ધ પહેલી મેચામં સ્ટોયનિસને જલદી મેચ ખતમ કરવા માટે ચોથા સ્થાને મોકલી દેવાયો હતો. તેમણે 9 બોલમાં 14 રન બનાવ્યા હતા. જ્યારે ક્રિસ વોક્સ બોલિંગની સાથોસાથ બેટિંગ પણ કમાલની કરે છે, જ્યારે અશ્વિન પણ બાઉન્ડ્રી લગાવી શકે છે.

બોલરઃ રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન

બોલરઃ રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન

રાજસ્થાનના બેટ્સમેનને શાંત કરવા માટેની જવાબદારી રબાડા, મિશ્રા અને આવેશ ખાન પર હશે. પાછલી મેચમાં આવેશે શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 23 રન આપી 2 વિકેટ ચટકાવી હતી. ટૉમ કુરેન પાછલી મેચમાં મોંઘા સાબિત થયા હતા તેમની જગ્યાએ આજે રબાડાને પ્લેઈંગ ઈલેવનમાં મોકો મળી શકે છે.

કોનું પલડું ભારી

કોનું પલડું ભારી

જો ઈતિહાસ પર નજર નાખીએ તો બંનેનું પ્રદર્શન બરાબરનું રહ્યું છે. તેમણે હેડ ટૂ હેડ અત્યાર સુધી 22 મેચમાં સામનો કર્યો છે, અને બંને ટીમે 11 ગેમ જીતી છે. જો કે 2019 બાદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલ તમામ ચાર મેચ જીતી છે.

IPL 2021, RR vs DC: ટીમ ન્યૂઝ, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, ડ્રીમ11 ટીમIPL 2021, RR vs DC: ટીમ ન્યૂઝ, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, ડ્રીમ11 ટીમ

દિલ્હી કેપિટલ્સે પાછલા વર્ષે બંને લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. પહેલી ગેમમાં ડીસીએ શિમરોન હેટમાયરની એક વિસ્ફોટક ઈનિંગની મદદથી 184/4નો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 19.4 ઓરમાં 138 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ગેમમાં શ્રેયસ અય્યર અને શિખર ધવનની ફિફ્ટીએ ડીસીને 161/7 પર પહોંચાડી દીધા, અને તેમણે સફળતાપૂર્વક પોતાના લક્ષ્યનો બચાવ કર્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
RR vs DC Preview: rajasthan royals lost all last 4 game against delhi capitals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X