RR vs SRH: હૈદરાબાદે ટોસ જીતી બોલીંગનો લીધો નિર્ણય, રાજસ્થાન કરશે બેટીંગ
IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે. ટુર્નામેન્ટની પાંચમી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થયો છે. સનરાઇજર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે રાજસ્થાન પ્રથમ બેટીંગ કરી મોટુ ટાર્ગેટ ઉભુ કરવાની કોશીશ કરશે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે, તેથી બંને જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ કરશે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી રહ્યાં છે.
જો તમે બંને ટીમો વચ્ચેના આંકડા પર નજર નાખો તો થોડો તફાવત છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 8 જ્યારે રાજસ્થાને 7 મેચ જીતી છે. એક ટીમ આ અંતરને દૂર કરવા માંગશે જ્યારે બીજી ટીમ તેમની લીડને વધુ મજબૂત કરવા માંગશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો