For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન-રોહિત-રહાણેએ કર્યું ભલાઇનું કામ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર ક્રિકેટ લીઝેન્ડ સચિન તેંડુલકર, સ્ટાર પ્લેયર રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ વૃક્ષ વાવીને દુનિયાને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો હતો. સચિન, રોહિત, રહાણેના વખાણ કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે તેઓ યુવાનો અને બાળકોનો નવો અને સુંદર સંદેશ આપશે. મને આનંદ છે કે ક્રિકેટના આ સ્ટાર્સ સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલ પર્યાવરણના અભિયાન સાથે જોડાયા છે.

આ અવસરે સચિન તેંડુલકર લીલા રંગની ટી-શર્ટ પહેરેલા દેખાયા, તેમને જોઇને લોકો ઘણા ખુશ દેખાયા. સચિને પોતાના પહેરવેશથી પણ લોકોને હરિયાળીને બચાવવાનો સંદેશ આપ્યો. આ સુંદર ઇવેંટની તસવીર રહાણેએ પોતાના ઓફિશિયલ ફેસબુક વોલ પર પોસ્ટ કરી છે. રોહિત શર્માએ જણાવ્યું કે હું યુવાનોને અપીલ કરીશ કે તેઓ આ અભિયાનમાં સમર્થન આપે કારણ કે દેશને આગળ લઇ જવાની જવાબદારી યુવાનોની છે.

આવો આપ પણ જુઓ નીચે આપેલ તસવીરોમાં સચિનનું હરિયાળુ અભિયાન...

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિન તેંડુલકરે લગાવ્યું ચંપાનું ઝાડ. અને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણેએ ખાડો ખોદ્યો, સચિને છોડ મૂક્યો અને રોહિત શર્માએ પાણી છાટ્યું.

એક તસવીર તો બને છે

એક તસવીર તો બને છે

ક્રિકેટ જગતના ત્રણેય મહાનુભાવો અને પ્રકાશ જાવડેકરે છોડ લગાવ્યા બાદ તસવીર પણ ખેંચાવી હતી.

સચિન, રોહિત, રહાણેએ લગાવ્યું ઝાડ

સચિન, રોહિત, રહાણેએ લગાવ્યું ઝાડ

ક્રિકેટ જગતના ત્રણેય મહાનુભાવો અને પ્રકાશ જાવડેકરે છોડ લગાવ્યા બાદ તસવીર પણ ખેંચાવી હતી.

સચિન, રોહિત, રહાણે અને પ્રકાશ જાવડેકર

સચિન, રોહિત, રહાણે અને પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે યુવાનો અને બાળકોને આ અભિયાન થકી સુંદર સંદેશ મળશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sachin Tendulkar, Virat Kohli, MS Dhoni, Rohit Sharma, Ajinkya Rahane plant saplings on World Environment Day 2015. Here are some pictures, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X