સચિનનો ખુલાસો, હું 2007માં જ સંન્યાસ લેવા ઈચ્છતો હતો, પરંતુ...
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે જ્યારે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો ત્યારે તમામ લોકો દુખી થયા હતા. કોઈ ભારતીય ક્રિકેટ ફેન તેમને મેદાનથી દૂર નથી જોઈ શક્તો. પરંતુ સચિનનું વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવાનું સપનું જરૂર પુરુ થઈ ગયું. જો કે સચિન તો 2007માં જ રિટાયરમેન્ટ લેવા ઈચ્છતા હતા, આ ખુલાસો ખુદ માસ્ટર બ્લાસ્ટરે કર્યો છે. જો તેઓ એ સમયે જ સંન્યાસ લેત તો 2011નો વર્લ્ડ કપ કદાચ જ ભારત જીતી શક્યું હોત.
વિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન

એક ફોનથી બદલાયો નિર્ણય
સચિને ખુલાસો કર્યો કે તેમણે 2007માં જ નિવૃત્તિ લેવાનો નિર્મય કર્યો હતો. પરંતુ તે સમયે વિન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સના એક કોલે તેમનો નિર્ણય બદલી નાખ્યો. તેન્ડુલકરે કહ્યું કે જે ગેમે તેમને જિંદગીના સારા દિવસો બતાવ્યા, તે ખરાબ દિવસો પણ બતાવી રહ્યી હતી. 2007નો ક્રિકેટ વર્લ્ડ કપ મારી કરિયરનો સૌથી ખરાબ સમય હતો, તેમણે કહ્યું,'મને લાગે છે કે તે સમયે ભારતીય ક્રિકેટમાં જે ઘટનાઓ થઈ રહી હતી, તે યોગ્ય નહોતી. અમારે કેટલાક પરિવર્તનની જરૂર હતી, જો તે પરિવર્તન ન થયા હોત તો હું ક્રિકેટ છોડી દેત. હું ક્રિકેટને બાય કહેવા માટે 90 ટકા સુધી સ્યોર થઈ ચૂક્યો હતો.'

45 મિનિટ સુધી થઈ વાત
સચિને આગળ કહ્યું કે મારા મોટા ભાઈએ મને હિંમત આપી. તેમણે કહ્યું કે આગામી વર્લ્ડ કપની ફાઈનલ મુંબઈમાં રમાવાની છે, ત્યારે શું તું વર્લ્ડ કપની ટ્રોફી પકડવા નથી ઈચ્છતો ? તેમણે કહ્યું કે,'બાદમા હું મારા ઘરે જતો રહ્યો, ત્યારે જ મને રિચાર્ડ્સનો ફોન આવ્યો. અમારી વચ્ચે 45 મિનિટ સુધી વાત થઈ. તેમણે મને કહ્યું કે હજી તમારી અંદર ખૂબ જક્રિકેટ બાકી બચ્યું છે. બસ ત્યારે જ મારા માટે ઘણી સ્થિતિ બદલાઈ ગઈ. બાદમાં મારુ પર્ફોમન્સ સુધરી ગયું. જ્યારે તમારા હીરો તમને ફોન કરે ત્યારે તે ખૂબ મહત્વનો હોય છે.'

રિચર્ડ્સને સચિનની ક્ષમતા પર હતો ભરોસો
જણાવી દઈએ કે આ ક્ષણનો ઉલ્લેખ સચિને જ્યારે કર્યો ત્યારે વિવિયન રિચાર્ડ્સ પણ હાજર હતા. તેમણે કહ્યું કે મને હંમેશા સચિનની ક્ષમતા પર ભરોસો હતો. મને સુનીલ ગાવસ્કર વિરુદ્ધ રમવાની તક મળી, મને હંમેશા લાગતું હતું કે ગાવસ્કર ભારતીય ક્રિકેટ માટે બેટિંગના ગોડફાધર છે. બાદમાં સચિન આવ્યા અને હવે વિરાટ કોહલી છે. પરંતુ હું એક વાતથી ચોંકી ગયો હતો કે એક નાનકડો ખેલાડી આટલો શાનદાર કેવી રીતે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સચિને 16 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો