For Quick Alerts
For Daily Alerts
Pics: કોણ છે સરફરાજ? જેને હાથ જોડવા મજબૂર થઇ ગયો કોહલી!
બેંગલુરુ, 30 એપ્રિલ: આજે ચારેય તરફ સરફરાજની જ વાતો થઇ રહી છે. સરફરાજ ખાન... જેની ઉંમર માત્ર 17 વર્ષ છે, પરંતુ ઉંમર પ્રમાણે તેમણે ઘણો કમાલ ગઇકાલની મેચમાં દેખાડ્યો છે. સરફરાજ ખાન હાલમાં આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડી છે, જેમણે બુધવારે આઇપીએલ 8ના 29માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની વિરુદ્ધ માત્ર 21 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને અણનમ 45 રનોની શાનદાર પારી ખેલી હતી.
સરફરાજ જે સમયે મેદાનમાં તાબડતોબ બેટિંગ કરી રહ્યા હતા, તે સમયે દરેક ક્રિકેટ પ્રેમીને સચિન તેંડુલકર યાદ આવી ગયો. મેદાનનો કોઇપણ ખૂણો એવો ન્હોતો જ્યાં સરફરાજે શોટ ના માર્યો હોય. દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યા બાદ જ્યારે સરફરાજ ડ્રેસિંગ રૂમ તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે કપ્તાન કોહલીએ સામે ચાલીને તેમનું અભિવાદન કર્યું,
એટલું જ નહીં કોહલીએ મજાકના અંદાજમાં હાથ જોડ્યા, જેને જોઇને સરફરાજ ગદગદીત થઇ ગયો અને કોહલીને જોનાર તમામ આશ્ચર્યમાં મૂકાઇ ગયા. વિરાટે સરફરાજને ગળે પણ લગાવ્યો અને પીઠ પણ થપથપાવી.
સરફરાજના કારણે આરસીબીએ રાજસ્થાનના કપ્તાનની સામે 201 રનોનો વિશાળ રન મૂક્યું. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂરી થઇ શકી ન્હોતી. પરંતુ સરફરાજની સુંદર અને તોફાની પારી દરેકના દિમાગમાં છવાઇ ગયા.
ચેન્નઇ સુપરકિંગ્સના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ આ તસવીરને ટ્વિટ કરીને કોહલીના વખાણ કર્યા હતા...
Virat Kohli just shows what we have to do if we see young talent!! Respect & Motivate pic.twitter.com/RWZwxAZdNl/s/-_-L
— Mahendra Singh Dhoni (@MsDhoniIPL8) April 29, 2015
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો