For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માંગે છે 'દાદા', શાસ્ત્રીની નીંદ ઉડાવી દે તેવી વાત કહી

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માંગે છે 'દાદા', શાસ્ત્રીની નીંદ ઉડાવી દે તેવી વાત કહી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને કોચનું પદ ભારે તાકાતવર માનવામાં આવે છે. જ્યારે કેપ્ટન અને કોચની જુગલબંધી બની ગઈ છે તો સંભવતઃ તેનાથી તાકાતવ જોડી ભારતીય ક્રિકેટમાં ક્યારેય કોઈ નથી આી. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડી આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ વાત અલગ છે કે આ જોડી કેટલીય શાનદાર પરિણામ આપવાની સાથે જ કેટલાક વિવાદો માટે ચર્ચાઓમાં રહે છે. માનવામાં આવી રહ્યું છે કે જો ક્રિકેટ સલાહકાર સમિતિએ વિરાટ કોહલીની ન ચાલવા દો તો આ વખતે ભારતને નવો હેડ કોચ મળી શકે છે.

દાદા બનશે નવા હેડ કોચ!

દાદા બનશે નવા હેડ કોચ!

કોચ બનવાની રેસમાં આ વખતે કેટલાય નામ છે જેમાં મહેલા જયવર્ધને, લાલચંદ રાજપૂત, રૉબિન સિંહ વગેરે નામ પ્રમુખતાથી લેવામાં આવી શકે છે. હાલ ટીમના નવા કોચ કોણ બનશે તે બે અઠવાડિયામાં માલૂમ પડી જશે. જે બાદ નવા કોચનો ટીમ સાથે કેવો તાલમેલ રહે છે અને એ તાલમેલ કયા રૂપે સામે આવે છે તેના માટે ઓછામાં ઓછો એક વર્ષનો ઈંતેજાર કરવો પડશે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ માટે અરજી કરવાની ઈચ્છા જતાવી છે. જો કે ગાંગુલીને હજુ હેડકોચ બનવાની કોઈ ઉતાવળ નથી પરંતુ ભવિષ્યમાં તેઓ જરૂર કોચ બનવા માંગશે, એવું ખુદ ગાંગુલીએ કહ્યું છે.

એક દિવસ હેડ કોચ માટે મારું નામ જરૂર આપીશ

એક દિવસ હેડ કોચ માટે મારું નામ જરૂર આપીશ

ગાંગુલીએ કહ્યું કે વધુ એક ફેઝ નિકળી જવા દો તે બાદ હું ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે મારું નામ પ્રસ્તાવિત કરીશ. ગાંગુલીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું- 'હાલ હું આઈપીએલ, બંગાળ ક્રિકેટ એસોસિએશન, ટીવી કોમેન્ટ્રી જેવી વસ્તુમાં વ્યસ્ત છું. પરંતુ જો મને સિલેક્ટ કરવાનું આશ્વાસન આપવામાં આવે તો હું હેડ કોચ માટે મારું નામ જરૂર પ્રસ્તાવિત કરીશ. અત્યારે નહિ પરંતુ ભવિષ્યમાં જરૂર કરીશ.'

ગાંગુલીએ કહી હતી શાસ્ત્રીની નિયુક્તિ

ગાંગુલીએ કહી હતી શાસ્ત્રીની નિયુક્તિ

ગાંગુલી ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ કેપ્ટન રહી ચૂક્યા છે. અગાઉ તેઓ ક્રિકેટ સલાહકાર સમિતિના મુખ્યા પણ રહી ચૂક્યા છે. આ સમિતિએ હાલના કોચ રવિ શાસ્ત્રીની નિયુક્તિ કરી હતી. હાલ આ સમિતિ કપિલ દેવની અધ્યક્ષતામાં કામ કરી રહ્યા છે. અન્ય કોચોની સાથે રવિ શાસ્ત્રીએ પણ હેડ કોચ પદ માટે રિઅપ્લાય કર્યો છે. વિરાટ કોહલીનો સપોર્ટ તેમને ખુલ્લેઆમ છે.જો કે સીએસીના સભ્ય અંશુમાન ગાયકવાડ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોહલીની રાયથી સીએસીને કોઈ ફર્ક નહિ પડે પરંતુ કપિલના વિચાર સ્વતંત્ર છે. કપિલ ભારતીય ટીમના કેપ્ટન તરફથી થોડો ઝુકાવ રાખે છે. તેમનું માનવું છે કે કોચ ચૂંટવામાં કેપ્ટનની સલાહ લેવી જોઈએ.

કેપ્ટન કોહલીએ શેર કરી સ્ક્વૉડની તસવીર, યૂઝર્સે પૂછ્યું- શર્માજી ક્યાં?કેપ્ટન કોહલીએ શેર કરી સ્ક્વૉડની તસવીર, યૂઝર્સે પૂછ્યું- શર્માજી ક્યાં?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
saurav ganguli wants to become a head coach of team india, said big thing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X