For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો આ છે વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાની જીતનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

મેલબર્ન : વિશ્વકપમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન હાલ ચાલું છે. ભારતે અત્યાર સુધીની તમામ મેચોમાં મેળવી છે જીત. એટલું જ નહીં ભારતે વિશ્વકપ કપના પ્રબળ દાવેદાર એવી દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે પટક્યું છે.

ત્યારે શું છે ભારતની આ સુપર ડૂપર જીતનો રહસ્ય. ક્રિકેટના જાણકારોનું પણ કહેવું છે કે ઇન્ડિયાની ટીમ તેના બેસ્ટ ફોર્મમાં નથી. ના આપણા કોઇ બોલરને આ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પાંચમાં સ્થાન ધરાવે છે ના આપણાં કોઇ બેસ્ટમેન. તેમ છતાં આપણને એક પછી એક જીત મળી રહી છે. તો ચલો અમે તમને જણાવીએ કે ઇન્ડિયા ટીમ પાસે એવો તો કયો મોકો છે જે અન્ય કોઇ ટીમ પાસે નથી.

હમ સાથ સાથ હૈ

હમ સાથ સાથ હૈ

આ વિશ્વકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એક માત્ર અજય ટીમો છે જેને હજી સુધી હારનો સ્વાદ નથી ચાખવો પડ્યો. પણ તેમ છતાં ભારતનો કોઇ પણ બોલર કે બેસ્ટમેન વિશ્વકપની ટોપ રેન્કિંગમાં નથી. પણ તેમ છતાં આ વાત ભારતના ફાયદામાં છે કારણકે ભારત કોઇ એક ખેલાડી પર નિર્ભર નથી પણ બધાનો સહયારો પ્રયાસ તેને જીત અપાવી રહ્યો છે.

કોઇ ટોપ પર નથી પણ ટીમ ઇન્ડિયા છે ટોપમાં

કોઇ ટોપ પર નથી પણ ટીમ ઇન્ડિયા છે ટોપમાં

શિખર ધવન છે ટીમ ઇન્ડિયાનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી. પણ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન કુમાર સંગાકારના છે. વધુમાં જો તમે ટીમ ઇન્ડિયાના બોલરોની બલ્લેબાજી જુઓ તો તે પણ આઠવા નંબરે છે. તેમ છતાં ટીમ ઇન્ડિયા હોલ ટોપમાં છે.

ધોની છે તુરુપનો એક્કો

ધોની છે તુરુપનો એક્કો

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાની આન,બાન અને શાન છે. કપ્તાન તરીકે તેમણે દરેક મુશ્કેલીના સમય ટીમને યોગ્ય સૂચન આપી જીત અપાવી છે. વધુમાં ટીમમાં સૌથી શ્રેષ્ઠ 83ની એવરેજ પર તે બેટિંગ કરી રહ્યા છે. અને તેમને આવી જ અનેક વાતો તેમને શ્રેષ્ઠ કેપ્ટન બનાવી રહી છે.

ભારતીય બેસ્ટમેનોની એવરેજ

ભારતીય બેસ્ટમેનોની એવરેજ

મહેન્દ્ર સિંહ ધોની- 83 પર, વિરાટ કહોલી- 75.25, સુરેશ રેના-70 અને શિખર ધવન-56.16ની એવરેજે પર હાલમાં રમી રહ્યા છે. ભલે આ આંકડો અન્ય ટીમો કરતા ઓછો હોય પણ જ્યારે તેનું ટોટલ મરાય છે તો તે 58.8નુ્ં થઇ જાય છે જે અન્ય ટીમો કરતા સર્વશ્રેષ્ઠ છે.

બોલરોનું મહત્વ

બોલરોનું મહત્વ

ભારત તરફથી મોહમ્મદ શમી હાલ શ્રેષ્ઠ રીતે રમી રહ્યો છે. શમીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 15 વિકેટ લીધી છે. જો કે આપણા કોઇ પણ બોલર્સ ટોપ 5માં નથી પણ જ્યારે વિકેટ લેવાની વાત આવે અને જ્યારે જ્યારે ભારતની હાલત કફોડી થાય છે ત્યારે આપણા બોલર્સે સામેની ટીમના બેટ્સમેનને મેદાનની બહાર જવાનો રસ્તો જરૂરથી બતાવે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Here is the secret of India great performance in world cup 2015, though Indian bowler and batsman are not the best than other team still they make a great victorious side.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X