For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને પણ ભારત જોડે રમવામાં કોઇ જ રસ નથી: શાહિદ અફ્રિદી

|
Google Oneindia Gujarati News

ટી20 ટીમના કપ્તાન અને પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર એવા શાહિદ આફ્રિદી ફરી એક વાર વિવાદિત બયાન આપીને વિવાદનો મધપૂંડો છંછેડ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ક્રિકેટ મેચના મામલે આફ્રિદીએ આ વિવાદીત નિવેદન આપ્યું છે તેણે કહ્યું છે કે પાકિસ્તાનને પણ ભારત સાથે ક્રિકેટ મેચ રમવામાં કોઇ રસ નથી. અમે પણ ભારત સાથે મેચ રમવા માટે કંઇ એટલા તત્પર નથી.

એટલું જ નહીં શાહિદે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ સલાહ આપી દીધી કે વારંવાર મેચના નામે તેણે ભારતીય ક્રિકેટબોર્ડના પગે ના પડવું. અને તેમને આ મામલે વિનંતીઓ અને ચર્ચાઓ ના કરવી. ત્યારે શાહિદ આફ્રિદીનું સમગ્ર નિવેદનના કેટલાક મહત્વ પૂર્ણ પોઇન્ટ નીચે આ ફોટોસ્લાઇડરમાં આ મુજબ છે...

શાહિદે આપી પાક. બોર્ડને સલાહ

શાહિદે આપી પાક. બોર્ડને સલાહ

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપી સલાહ. તેણે કહ્યું કે ડિસેમ્બરમાં દુબઇમાં થનાર દ્વિપક્ષીય શ્રૃંખલાને રમવા માટે તેણે ભારતીય ક્રિકેટ બોર્ડની સામે વારવાર વિનંતીઓ ના કરવી જોઇએ.

બીજા દેશો પણ છે

બીજા દેશો પણ છે

એટલું નહીં શાહિદે તો ત્યાં સુધી કહી દીધું કે ભારત સિવાય બીજા દેશો પણ છે. જેના વિષે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિચારવું જોઇએ.

ભારત પર

ભારત પર

આફ્રિદીએ કહ્યું કે જો ભારતને ક્રિકેટ મેચ રમવાની ઇચ્છા ના હોય તો પાક. બોર્ડે અન્ય ટીમોને આમંત્રિત કરવી જોઇએ.

ભારત કેમ આપો છો આટલું માન

ભારત કેમ આપો છો આટલું માન

તેણે કહ્યું તે તેના મત મુજબ ભારતને રમત માટે આટલું માન આપવાની, આટલી વાર પૂછવાની તેવી કોઇ જરૂર નથી.

અમને કોઇ રસ નથી

અમને કોઇ રસ નથી

તેણે કહ્યું કે પાકિસ્તાનની ટીમને પણ ભારત જોડે રમવાની તેવી કોઇ તાલાવેલી નથી.

શું છે મામલો

શું છે મામલો

નોંધનીય છે કે પીસીબી છેલ્લા કેટલાય વખતથી ભારત-પાક વચ્ચે એક ક્રિકેટ સીરીઝ રમાય તે માટે પ્રયાસ કરી રહી છે. વળી વર્ષ 2007 અને 2012-13ની સિમિત ઓવરોની એક સીરીઝને છોડીને ભારત પાકિસ્તાન વચ્ચે કોઇ પણ મેચ નજીકના ભવિષ્યમાં નથી રમાઇ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Flamboyant all-rounder and national T20 captain Shahid Afridi has advised the Pakistan Cricket Board to stop running after their Indian counterparts to have the proposed bilateral series in December in the UAE.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X