For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ મંધાનાએ 13 ચોગ્ગા ફટકારી ભારતને અપાવી શાનદાર જીત, ઇંગ્લેન્ડ ઘુંટણીયે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી T20 મેચમાં ઇંગ્લેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાને 143 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ભારતીય ટીમે 17મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી T20 મેચમાં ઇંગ્લેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાને 143 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ભારતીય ટીમે 17મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીતમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

13 ચોગ્ગા ફટકારીને અણનમ 79 રન બનાવ્યા

13 ચોગ્ગા ફટકારીને અણનમ 79 રન બનાવ્યા

સ્મૃતિ મંધાના, જેને મહિલા ક્રિકેટમાં ભૂતપૂર્વ અનુભવી ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગની બીજી આવૃતિ કહેવામાં આવે છે, તેણે માત્ર 53બોલમાં એક પછી એક 13 ચોગ્ગા ફટકારીને અણનમ 79 રન બનાવ્યા હતા. મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની 17મી અને ઈંગ્લેન્ડસામે છઠ્ઠી અડધી સદી હતી.

હરમનપ્રીત કૌરે 22 બોલમાં અણનમ 29 રન બનાવ્યા

હરમનપ્રીત કૌરે 22 બોલમાં અણનમ 29 રન બનાવ્યા

મંધાના ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌરનું બેટ પણ જોરદાર ચાલ્યું હતું. તેણે 22 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 29 રન બનાવ્યાહતા. ઓપનર શેફાલી વર્મા 17 બોલમાં 20 રન અને દયાલન હેમલતા 10 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

ઈંગ્લેન્ડે 54 રનમાં 5 વિકેટ ગુમાવી

મેચની શરૂઆત ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરી હતી, પરંતુ ટીમનો નિર્ણય તેમના પક્ષમાં ગયો ન હતો. ઈંગ્લેન્ડની અડધી ટીમ માત્ર 54રન બનાવીને પેવેલિયન પરત ફરી ગઈ હતી. સોફિયા ડંકેલ (5), ડેનિયલ વેઈટ (6), એલિસ કેપ્સી (4), બ્રાયોની સ્મિથ (16) અને કેપ્ટનએમી જોન્સ 17 રન બનાવીને આઉટ થયા હતા.

ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 142-6 રન બનાવ્યા

ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 142-6 રન બનાવ્યા

જોકે, માયા બાઉચિયર (34) અને ફ્રેયા કેમ્પોએ છઠ્ઠી વિકેટ માટે 65 રન જોડીને ટીમને મેચમાં પરત લાવ્યું હતું. ફ્રેયાએ 37 બોલમાં 3ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 142-6 રન બનાવ્યા હતા.

સ્નેહા રાણાની શાનદાર બોલિંગ

ભારતીય મહિલા ટીમ માટે સ્નેહા રાણાએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રેણુકા ઠાકુર અને દીપ્તિશર્માને પણ 1-1 વિકેટ મળી હતી.

T20 સિરીઝ હાલમાં 1-1 થી બરાબર

T20 સિરીઝ હાલમાં 1-1 થી બરાબર

ઉલ્લેખનીય છે કે, 3 મેચની T20 સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. હવે ત્રીજીમેચ 15 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ બ્રિસ્ટોલમાં રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Smriti Mandhana hits 13 fours to give India a great win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X