સૌરવ ગાંગુલીને હાર્ટ અટેક આવતાં હોસ્પિટલે દાખલ કર્યા
નવા વર્ષનો આજે બીજો દિવસ છે અને એવું લાગી રહ્યું છે કે 2020થી શરૂ થયેલ ખરાબ સમયનો સિલસિલો હજી ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને શનિવારે હ્રદયમાં દુખાવાની ફરિયાદ બાદ વુડલેંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ માલૂમ પડ્યું કે સૌરવ ગાંગુલીને હાર્ટ અટેક આવ્યો હતો. સૌરવ ગાંગુલીની સ્થિતિને લઈ હજી કોઈ વધુ રિપોર્ટ સામે નથી આવ્યા પરંતુ રિપોર્ટ મુજબ પૂર્વ કેપ્ટને આજે એંજિયોપ્લાસ્ટીથી પસાર થવું પડી શકે છે.
અહેવાલ મુજબ સૌરવ ગાંગુલી શુક્રવારે સાંજે પોતાના ઘરે એક્સરસાજ કરી રહ્યા હતા, જ્યાં જીમમાં કસરત કરતી વખતે અચાનક તેમના હ્રદયમાં દુખાવો થવા લાગ્યો. છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાની સાથે જ પરિજનો ગાંગુલીને કોલકાતામાં પોતાના ઘર નજીક આવેલ વુડલેંડ હોસ્પિટલે લઈ ગયા, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
તબીબોએ ભારતીય ક્રિકેટના આ ખેલાડીના સ્વાસ્થ્ય પર સતત નજર બનાવી છે. ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ સૌરવ ગાંગુલી હવે ખતરાથી બહાર છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર બની રહી છે, જો કે તેઓ હજી પણ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો