For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે ડ્રામા વચ્ચે સૌરવ ગાંગુલી બનશે BCCI અધ્યક્ષ, બૃજેશ પટેલને IPLની કમાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલ અધ્યક્ષ પદના દાવેદાર છેવટે મળી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલ અધ્યક્ષ પદના દાવેદાર છેવટે મળી ગયા છે. રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હાલમાં સી કે ખન્ના આ પદ પર કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત છે. ન્યૂઝ એજન્સી એએનઆઆઈના રિપોર્ટ અનુસાર ક્રિકેટ એસોસિએશનના એક સભ્યએ આ વાતની પુષ્ટિ કરીને કહ્યુ કે અમે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના નવા અધ્યક્ષ ચૂંટણી લીધા છે.

sourav ganguly

જો કે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલ માટે 23 ઓક્ટોબરના રોજ ચૂંટણી થવાની હતી પરંતુ 8 રાજ્યોના સંઘને વાર્ષિક જનરલ મીટિંગમાં ભાગ લેવાથી અટકાવી દીધા બાદ આની સંભાવના ઓછી દેખાઈ રહી છે. બીસીસીઆઈ ચૂંટણી માટે નામાંકન આપવા માટે 14 ઓક્ટોબર છેલ્લી તારીખ છે. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય રવિવારે થયેલી એક અનૌપચારિક મીટિંગ દરમિયાન લેવામાં આવ્યો. શરૂઆતમાં બે જૂથોમાં વહેંચાયેલા હોવાના કારણે બીસીસીઆઈ અધ્યક્ષના નામ માટે થોડો ડ્રામા થયો પરંતુ બાદમાં સૌરવ ગાંગુલીના નામ પર અનુરાગ ઠાકુર ગ્રુપ અને શ્રીનિવાસન ગ્રુપના સભ્યોની સંમતિ થઈ ગઈ.

વળી, અધ્યક્ષ પદની રેસમાં બીજા નંબરે રહેલા કર્ણાટકના બૃજેશ પટેલને આઈપીએલના ગવર્નિંગ કાઉન્સિલ ચૂંટવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલમાં 9 સભ્ય હોય છે જેમાં એક પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, કોષાધ્યક્ષ, જોઈન્ટ સેક્રેટરી, ક્રિકેટર્સ એસોસિએશનના એક પુરુષ પ્રતિનિધિ, એક મહિલા પ્રતિનિધિ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના એક પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારના એક પ્રતિનિધિ (CAG) શામેલ હોય છે. રિપોર્ટ અનુસાર આ મીટિંગ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ હોઈ શકે છે જ્યારે અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ સિંહ ઠાકુરના કોષાધ્યક્ષ બનવાની સંભાવના છે. વળી, અંશુમાન ગાયકવાડ ક્રિકેટર્સ એસોસિએશનના પુરુષ પ્રતિનિધિ હશે જેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદને હરાવ્યા.

જ્યારે ભારતના પૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામી સર્વસંમતિથી ક્રિકેટર્સ એસોસિએશનના મહિલા પ્રતિનિધિનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ દરમિયાન દિલ્લીના પૂર્વ ક્રિકેટર સુરિન્દર ખન્નાને કાઉન્સિલમાં આઈપીએલના જીસી પ્રતિનિધિનો પદભાર આપવાની સંભાવના છે. 23 ઓક્ટોબરે યોજાનાર બીસીસીઆઈની વાર્ષિક બેઠકમાં સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનનુ નેતૃત્વ કરશે જ્યારે રજત શર્મા અને મોહમ્મદ અઝરુદ્દીન અને દિલ્લી અને હૈદરાબાદના ક્રિકેટ સંઘ તરફથી હાજર રહેશે. બીસીસીઆઈના આ પદો પર નિયુક્તિ માટે એક વાર ફરીથી પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને શ્રીનિવાસનનું વર્ચસ્વ દેખાયુ જેમણે આ નિયુક્તિઓમાં બહારથી જ સહી પર મહત્વની ભૂમિકા નિભાવી.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસ પર નિશાન સાધીને સીએમ ખટ્ટરે સોનિયા ગાંધી પર કરી વિવાદિત ટિપ્પણીઆ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસ પર નિશાન સાધીને સીએમ ખટ્ટરે સોનિયા ગાંધી પર કરી વિવાદિત ટિપ્પણી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
saurav ganguly ready to be new bcci president no election for bcci on 23th october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X