For Quick Alerts
For Daily Alerts
કુંદ્રા - મય્યપન પર આજીવન, CSK - RR પર 2 વર્ષનો પ્રતિબંધ
નવી દિલ્હી, 14 જુલાઇ: સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત ન્યાયમૂર્તિ આરએમ લોઢા સમિતિએ મંગળવારે ગુરુનાથ મયપ્પન અને રાજ કુંદ્રા તથા તેમની આઇપીએલ ફ્રેંચાઇજી ક્લબ વિરુદ્ધ સટ્ટેબાજી અને સ્પોટ ફિક્સિંગ માટે ચુકાદો સંભળાવી દીધો. જસ્ટિસ લોઢાએ ગુરુનાથ મયપ્પન પર બેન લગાવી દીધો છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મયપ્પનને ક્રિકેટના કોઇપણ ફોર્મેટથી લાઇફ ટાઇમ માટે દૂર રહેવું પડશે. મયપ્પન પર એકધારામાં પાંચ વર્ષ અને બે ધારાઓમાં જીવનભર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
જ્યારે રાજસ્થાન રોયલ્સના સહ-માલિક રાજ કુંદ્રા પર પણ એક ધારામાં પાંચ વર્ષ તથા બે ધારાઓ લાઇફ ટાઇમ માટે બેન લગાવી દીધું છે. તેની સાથે જ ધોનીને પણ આ કમિટિએ મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ લોઢા કમિટિએ ધોનીની ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને આઇપીએલમાંથી બે વર્ષ માટે બહાર કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે ચેન્નઇ સુપર કિંગ્સના ટીમ અધિકારી ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુંદ્રા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના છઠ્ઠા સંસ્કરણમાં સટ્ટેબાજીના દોષી ઠેરવામાં આવ્યા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો