• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત પ્રવાસ માટે શ્રીલંકાએ T20I ટીમ ઘોષિત કરી, 18 મહિના બાદ ધાકડ ખેલાડીની વાપસી

|

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરીથી શરૂ થનાર ત્રણ મેચની ટી20 સીરિઝ માટે શ્રીલંકાએ ટીમ ઘોષિત કરી દીધી છે. મેજબાનોએ પ્રતિયોગિતા માટે પહેલા જ એક મજબૂત ટીમ ઘોષિત કરી દીધી છે અને હવે શ્રીલંકાએ 16 સભ્યોની ટીમની ઘોષણા કરી છે. દિગ્ગજ ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂ ટી20 ફોર્મેટથી 18 મહિના બહાર વિતાવ્યા બાદ ટીમમાં પરત ફરી રહ્યા છે.

એન્જેલો મેથ્યૂની વાપસી

એન્જેલો મેથ્યૂની વાપસી

તેમણે છેલ્લે ઓગસ્ટ 2018માં કોલંબોમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી નાના પ્રારૂપમાં શ્રીલંકા વિરુદ્ધ મેચ રમી હતી. મેથ્યૂને પરત બોલાવવા એ સાબિત કરે છે કે શ્રીલંકા ટી20 વર્લ્ડ કપમાં પહેલા અનુભવને પણ મહત્વ આપી રહ્યા છે. લંકાની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટીમે પોતાની પૂરી તાકાત લગાવી હોવા છતાં પોતાની પાછલી ટી20 શ્રૃંખલા ગુમાવી દીધી. મેથ્યૂઝની ઉપસ્થિતિ નિશ્ચિત રૂપે શ્રીલંકાની લાઈન-અપને મજબૂત કરશે, ત્યારે જોવાનું રહેશે કે શું તેઓ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ થશે કે નહિ.

મલિંગા પર ભરોસો જતાવ્યો

મલિંગા પર ભરોસો જતાવ્યો

લસિથ મલિંગા ટી20 ઈન્ટરનેશનમાં શ્રીલંકાની આગેવાની કરી રહ્યા છે. લસિથ મલિંગાને કેપ્ટનના રૂપમાં યથાવત રાખવામાં આવ્યા છે અને મેનેજમેન્ટ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપ સુધી તેમને જ કમાન સોંપવાના મૂડમાં લાગી રહ્યા છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં રમનાર ટીમમાં કેટલાક બદલાવ થયા છે. નુવાન પ્રદીપ હજુ પણ ઘાયલ છે અને પસંદગી માટે ઉપલબ્ધ નહોતા, શેહાન જયસૂર્યાને છોડી મૂકવામાં આવ્યા છે.

ઑલરાઉન્ડરે પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ ઓસ્ટ્રેલિયામાં આવું ના કર્યું, જેનાથી તેમની જગ્યા પાક્કી થઈ જાય. સીરિઝનો પહેલો મુકાબલો 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે અને પછી એક્શનની સાથે ઈન્દોર અને પુણેમાં આગલી બે ટી20 ક્રમશઃ 7 અને 10 જાન્યુઆરીએ રમાશે.

ટી20 સીરિઝ માટે બંને દેશોની ટીમ

ટી20 સીરિઝ માટે બંને દેશોની ટીમ

ભારત પ્રવાસ માટે શ્રીલંકા T20I ટીમઃ

લસિથ મલિંગા, કુસલ પરેરા, દાનુષ્કા ગણાથિલાકા, અવિષ્કા ફર્નાંડો, ભાનુકા રાજપક્ષે, ઓશદા ફર્નાંડો, દાસુન શનાકા, એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિકવેલા, કુસલ મેંડિસ, વાનિન્દુ હસરંગા, સંદાંગા લાહિરુ કુમારા, ઈસુરુ ઉદાના.

ભારતીય ટીમઃ

વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દૂબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે, વૉશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન.

2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sri Lanka announces T20 squad for tour of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X