
કેકેઆરના આ યુવા ખેલાડી પર આવ્યુ સુહાના ખાનનું દિલ
આઈપીએલનો ખેલ મતલબ ફૂલ રોમાંચ, દરેક બોલ પર પલટાતી બાજી, કદાચ આ જ આ ખેલની સૌથી મોટી ખાસિયત પણ છે. આઈપીએલની મેચોમાં ટીમના માલિકો પણ ઘણી વાર ખેલાડીઓનું જોશ વધારતા જોવા મળે છે. ખેલાડીઓની સાથે સાથે ખેલાડી અને સેલિબ્રિટીના પોતાના લોકો પણ ઘણી ચર્ચાનો વિષય બની રહે છે. આવી જ એક ચર્ચા હાલમાં કેકેઆરના કો-ઓનર બોલિવુડ કિંગ ખાનની દીકરી સુહાના ખાન સાથે થઈ રહી છે. આઈપીએલની આ સીરિઝમાં શાહરૂખ તો નહિ પરંતુ સુહાના ઘણી વાર સ્ટેડિયમમાં જોવા મળી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ સમાચારોની માનીએ તો 22 મે ના રોજ 18 વર્ષની થયેલી કિંગ ખાનની દીકરી સુહાનાનું દિલ હાલમાં કેકેઆરના યુવા બેટ્સમેન શુભમન ગિલ માટે ધડકી રહ્યુ છે. શુભમને આ આઈપીએલમાં ઘણી શાનદાર બેટિંગ કરી અને બધાને આકર્ષિત પણ કર્યા હતા.

સુહાનાએ ટીમને કરી ચિયરઅપ
આઈપીએલના ઘણા રોમાંચક મુકાબલા આ સિઝનમાં જોવા મળ્યા. કેકેઆરની ટીમે આ સિઝનમાં સારુ પ્રદર્શન કર્યુ અને પ્લેઑફમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહી છે. શાહરૂખ જો કે આ સીરિઝમાં પોતાની ટીમને વધારે ચિયરઅપ ના કરી શક્યા તે શૂટિંગમાં વ્યસ્ત રહ્યા પરંતુ તેમની દીકરી સુહાનાએ આ ટીમને ખૂબ પ્રોત્સાહન આપ્યુ. જો સમાચારોની માનીએ તો સુહાનાનું દિલ શુભમન ગિલ પર આવી ગયુ છે અને મેચ બાદ ઘણી વાર તે શુભમન ગિલ સાથે વાતો કરતી જોવા મળતી હતી.

શુભમન ગિલે કર્યુ હતુ શાનદાર પ્રદર્શન
આ સિઝનમાં આ યુવા ખેલાડીએ પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધુ અને શાનદાર પ્રદર્શન કર્યુ. ઉલ્લેખનીય છે કે અંડર-19 વિશ્વકપમાં આ 18 વર્ષીય યુવા બેટ્સમેને 5 મેચમાં બેટિંગ કરી હતી અને 372 રન ફટકાર્યા હતા. પંજાબના આ યુવા બેટ્સમેને આઈપીએલની આ સિઝનમાં બેટિંગ કરતા 13 મેચમાં 203 રન બનાવ્યા અને 57 રનની એક ઈનિંગ પણ રમી હતી.

કેકેઆર પહોંચી હતી પ્લેઑફમાં
આઈપીએલની આ સિઝન કેકેઆરની ટીમ માટે ઘણી સારી રહી. આ ટીમમાં આ સિઝનમાં પહેલી વાર દિનેશ કાર્તિકને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. આ ટીમમાં ઘણા એવા ખેલાડી હતા જેમણે શાનદાર પ્રદર્શન કર્યુ જેમાં શુભમન ગિલ પણ છે. શાનદાર પ્રદર્શનના કારણે આ ટીમ પ્લેઑફમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહી હતી. જો કે હૈદરાબાદ સામે મળેલી હાર બાદ તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો