For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Match in Pics: વિજયની સાથે ટોપ પર પહોંચી સુપરકિંગ્સ

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 29 એપ્રિલ: ડ્વાયન બ્રાવો (22/3) અને આર. અશ્વિન (5ય2)ની શાનદાર બોલિંગના કારણે ચેન્નઇ સુપરકિંગ્સે એક રોમાંચક મુકાબલામાં મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 28મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે રનોથી હરાવી દીધું. બ્રાવો પોતાની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરાયા. અશ્વિને પણ બે ઓવરોમાં બે વિકેટ હાસલ કરીને તેમનો સારો એવો સાથ આપ્યો.

સુપરકિંગ્સની સાત મેચોમાં આ છઠ્ઠી જીત છે અને તે પોઇન્ટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચી ગઇ છે. રાજસ્થાન રોયલ્સ 11 પોઇન્ટની સાથે બીજા નંબર પર છે. નાઇટ રાઇડર્સની સાત મેચોમાં આ ત્રીજી હાર છે અને તે ત્રીજા સ્થાને છે.

જોકે, નાઇટ રાઇડર્સને 135 રનોનું લક્ષ્ય મળ્યું હતું પરંતુ ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં 9 વિકેટના નુકસાન પર 132 રન જ બનાવી શકી. નાઇટ રાઇડર્સને છેલ્લા બોલ પર સાત રનોની જરૂર હતી, પરંતુ રોયન ટેન ડસકેટ ચોગ્ગો લગાવીને 38 રન બનાવી અણનમ રહ્યા.

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી સુપરકિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 134 રન બનાવી શક્યા હતા. ફાફ દૂ પ્લેસિસ સર્વાધિક 29 રન બનાવીને અણનમ રહ્યા. બાદમાં સુપરકિંગ્સ માટે પ્લેસિસ અને રવિન્દ્ર જાડેજાની 36 રનોની ભાગીદારીએ ટીમને સારી એવી સ્થિતિમાં પહોંચાડી.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

કોલકાતાની સામે મહેન્દ્ર સિંહ ધોનીએ કોઇ ખાસ સ્કોર બનાવ્યો ન્હોતો.

રોબીન ઉથપ્પા

રોબીન ઉથપ્પા

રોબીન ઉથપ્પાનો દમદાર શોટ ચેન્નઇ વિરુદ્ધ.

પિયુષ ચાવલા

પિયુષ ચાવલા

બ્રેન્ડન મેક્કુલમની વિકેટ લીધા બાધ તેની ખુશી મનાવતા પિયુષ ચાવલા.

ડ્વાને સ્મિથ

ડ્વાને સ્મિથ

ડ્વાને સ્મિથે કંઇક આ અંદાજમાં શોટ ખેલ્યો હતો.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાએ પણ આ મેચમાં કંઇ ખાસ સ્કોર બનાવ્યો ન્હોતો.

કપ્તાન-કપ્તાન

કપ્તાન-કપ્તાન

ચેન્નઇ અને કોલકાતાની ટીમના કપ્તાન ગંભીર અને ધોની મેદાનમાં હળવાશના મૂડમાં દેખાયા હતા.

ચેન્નઇનો સુપર વિજય

ચેન્નઇનો સુપર વિજય

ડ્વાયન બ્રાવો (22/3) અને આર. અશ્વિન (5ય2)ની શાનદાર બોલિંગના કારણે ચેન્નઇ સુપરકિંગ્સે એક રોમાંચક મુકાબલામાં મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 28મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે રનોથી હરાવી દીધું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Chennai Super Kings beat defending champions Kolkata Knight Riders by two runs in their Indian Premier League game here on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X