For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યા સુરેશ રૈના

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 1 મે: ટીમ ઇન્ડિયા અને ચેન્નઇ સુપરકિંગ્સના સ્ટાર ખેલાડી સુરેશ રૈનાના કરિયરમાં એક મહાન સિદ્ધી જોડાઇ ગઇ છે. કારણ કે તેમણે આઇપીએલમાં 3,500 રનોનો આંકડો પાર કરી લીધો છે. આઇપીએલ 1થી આઇપીએલ 8 સુધીની સફર સુરેશ રૈનાએ આ મહાન કામ કર્યું છે અને આઇપીએલમાં 3,500 રન બનાવનાર પહેલા બેટ્સમેન બની ગયા છે.

આપને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશના સુરેશ રૈના આઇપીએલના 123 મેચોની 119 પારીઓમાં 19 વાર અણનમ રહેતા 3,506 રન બનાવ્યા છે. આઇપીએલમાં એક માત્ર સદી લગાવનાર રૈના આ દરમિયાન 24 અર્ધસદી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન રૈનાએ 307 ચોગ્ગા અને 143 છગ્ગા લગાવ્યા છે.

suresh raina

રૈના બાદ આઇપીએલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કેકેઆરના કપ્તાન ગૌતમ ગંભીરના નામે છે જેણે આઇપીએલમાં અત્યાર સુધી 3000 રન બનાવ્યા છે. ગંભીરે 111 મેચોની 110 પારીઓમાં 10 વખત અણનમ રહેતા 3,015 રન બનાવ્યા છે. ગંભીરે આ દરમિયાન 26 અર્ધસદી ફટકારી છે.

Guatam gambhir

જ્યારે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માનું નામ આવે છે. રોહિતના નામે આઇપીએલની 119 મેચોની 115 પારીઓમાં 3147 રન બનાવવાનો રેકોર્ડ છે.

rohit sharma

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Suresh Raina completes 3,500 runs in the Indian Premier League (IPL) during the match between Kolkata Knight Riders (KKR) and Chennai Super Kings, Match 30 at Eden Gardens, Kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X