• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: આવતી મેચમાં રોહિતને ડ્રોપ કરવાની વાત પર કોહલી ભડક્યો, કહ્યુ - કૉન્ટ્રોવર્સી જોઈએ તો પહેલા કહી દો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાન સામે પોતાની જે પ્લેઈંગ ઈલેવન ઉતારી તે આઈપીએલમાં પ્લેયર્સના પર્ફોર્મન્સ પર ઓછુ અને નામોની ચર્ચા વધુ કરે છે. આખી આઈપીએલના સંયુક્ત આરબ અમીરાત તબક્કામાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ન ચાલી શક્યા. મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલમાં નિષ્ફળતા આ બંને બોલર્સની ફેલિયર પણ જણાવે છે. રોહિત થોડા ઑફ કલર તો લાગી જ રહ્યા છે અને શાહીન આફરીદી હાલમાં કરિયરની બેસ્ટ બોલિંગ કરી રહ્યા છે જેમણે રોહિત શર્મા જેવા મોટા કદના ખેલાડીને ગોલ્ડન ડક પર એલબીડબ્લ્યુ કરી દીધા.

રોહિત શર્માનુ ખરાબ પર્ફોર્મન્સ ચાલુ છે

રોહિત શર્માનુ ખરાબ પર્ફોર્મન્સ ચાલુ છે

રોહિત બાદ રાહુલના વારો હતો. તે શાહીન આફરીદી પર બોલ્ડ થયા અને સાચી રીતે મેચ ભારતના હાથમાંથી સરકતી દેખાવા લાગી હતી કારણકે કોહલીએ બેટિંગ તો કરી પરંતુ ભારતને એ જરૂરી મોમેંટમ ન આપી શક્યા જે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ જેવા ખેલાડીઓને રોકવા માટે પૂરતી હતો. ભારતની આ હારથી ઘણા ભારતીય પ્રશંસકો નિરાશ થઈ શકે છે પરંતુ ટી20નુ ફોર્મેટ જ એવુ છે કે કોઈ પણ એક ટીમ ચોક્કસપણે દાવેદાર નથી હોતી.

રોહિતને ડ્રોપ કરવાના સવાલ પર કોહલી ભડક્યો

રોહિતને ડ્રોપ કરવાના સવાલ પર કોહલી ભડક્યો

ભારતની આ કારમી હાર બાદ રોહિત શર્માના બેટિંગ ફૉર્મ પર સવાલ ઉઠવા નિશ્ચિત હતા અને વિરાટ કોહલીને મેચ બાદ થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં અમુક આકરા સવાલ પૂછવામાં આવ્યા જેના પર કેપ્ટન ભડકી દયા. કોહલીને એક પત્રકારે પૂછ્યુ કે શું સારા ફૉર્મમાં ચાલી રહેલ ઈશાન કિશનને ટૉપ ઑર્ડર પર રમવાની જરૂર છે? આગળ આ સવાલ એટલી હદે પણ પહોંચી ગયો કે શું રોહિત શર્માને બહાર કરી દેવા જોઈએ. કોહલી માપી ચૂક્યા હતા કે મામલો શું ચાલી રહ્યો છે અને તેણે આ વસ્તુને પોતાની રીતે હેન્ડલ કરી. વિરાટ કોહલીને આપણે ઘણી વાર પત્રકારો સાથે ઉલઝતા અને ગુસ્સે થતા જોયા છે પરંતુ આ વખતે તેમની રીત થોડી અલગ હતી પરંતુ તેમછતાં અંદરથી ગુસ્સો છલકતો દેખાઈ રહ્યો હતો.

સવાલ પર કોહલી બોલ્યા - વિશ્વાસ નથી થતો

સવાલ પર કોહલી બોલ્યા - વિશ્વાસ નથી થતો

કોહલી પહેલા તો ચોંકી ગયો અને એક રીતે એ પત્રકારની પ્રશંસા કરતા કહ્યુ કે આ તો બહુ મોટી બહાદૂરીનો સવાલ છે. તમે આ વિશે વિચારો છો સર? કારણકે મે તો એ ટીમ રમાડી છે જેને હું માનતો હતો બેસ્ટ પ્લેઈંગ ઈલેવન છે, તમે જણાવો તમે શું વિચારો છો? તમારુ શું મંતવ્ય છે? શું તમે રોહિત શર્માને ટી20 ઈન્ટરનેશનલમાંથી ડ્રોપ કરશો? શું તમને ખબર છે તેમણે લાસ્ટ ગેમમાં શું કર્યુ હતુ? કોહલી ત્યારબાદ આશ્ચર્યમાં હસે છે અને કહે છે, 'મને વિશ્વાસ નથી આવતો! શ્રીમાન, તમારે કોઈ વિવાદ પેદા કરવો હોય તો મને પહેલા જ કહી દો જેથી હું એ હિસાબે જવાબ આપુ.'

ICCએ પણ શેર કર્યો છે આ વીડિયો

ICCએ પણ શેર કર્યો છે આ વીડિયો

કોહલીએ જવાબ આપીને પોતાના ચહેરા પર સ્મિત જાળવી રાખ્યુ પરંતુ સ્પષ્ટ હતુ કે કેપ્ટન સારી રીતે જર્નાલિસ્ટને સલાહ આપી ચૂક્યા હતા. આ વાતચીત એટલી મઝાની અને ધ્યાન ખેંચનારી રહી કે આઈસીસીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આનો વીડિયો અપલોડ કર્યો છે જેને તમે અહીં જોઈ શકો છો. ભારતે પોતાની આવતી મેચ ન્યૂઝીલેન્ડ સામે 31 ઓક્ટોબરે રમવાની છે અને એક ગ્રુપમાંથી માત્ર બે ટીમે સેમીફાઈનલ માટે ક્વૉલિફાઈ કરી શકશે જ્યાં પાકિસ્તાને તો મજબૂતીથી પોતાનો દાવો કર્યો છે. ભારતે અહીં થોડા સાવચેત રહેવાની જરૂર છે કારણકે ત્રણ સારી ટીમમાં છે જેમાં માત્ર 2 ને જ એન્ટ્રી મળશે અને જો ન્યૂઝીલેન્ડ સામે ભારત હારી જશે તો તેના માટે આગળનો રસ્તો ખૂબ મુશ્કેલ થઈ શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 world cup 2021: Virat Kohli shocked on wheather Rahit Sharma should drop in next match or not. Watch Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X