For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 વર્ષ બાદ હનુમાન ભક્ત વિરાટે કર્યું લંકા દહન

|
Google Oneindia Gujarati News

કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસીંગ રૂમમાં હનુમાન ચાલીસા વાંચતા બજરંગી ભક્ત વિરાટ કોહલીએ આખરે 22 વર્ષ બાદ લંકા દહન કર્યું છે. જી હા, ટીમ ઈન્ડીયાએ શ્રીલંકા સામે છેલ્લી ટેસ્ટમાં 117 રન બનાવી જીત નોંધાવી છે.

Cricket

ટીમ ઈન્ડીયાના ડ્રેસીંગ રૂમમાં ઘણી વખત ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીને હનુમાન ચાલીસા વાંચતા જોઈ શકાય છે. આખરે કોહલીની કેપ્ટન ઈનીંગ ઐતિહાસિક જીત સાથે શરૂ થઈ.

ટીમ ઈન્ડીયા તરફથી શ્રેષ્ઠ બોલીંગ કરતા આર. અશ્વિને 4, જ્યારે ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી. ઉમેશ યાદવે 2 અને અમિત મિશ્રાએ એક વિકેટ પોતાના નામે કરી હતી.

તો બેટીંગમાં સારૂ પ્રદર્શન કરતા ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે આખી સિરીઝમાં સૌથી સારા પ્રદર્શન માટે આર અશ્વીનને મેન ઓફ ધ સીરીઝના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

તો બીજો દાવ રમતા શ્રીલંકા તરફથી સારી બેટીંગ કરનાર કેપ્ટન એન્જેલો મૈથ્યુઝે 110 રન બનાવ્યા હતા. જીત માટે 385 રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની આખી ટીમ 268 રનમાં સમેટાઈ ગઈ હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Team India wins historic test series against Sri Lanka after 22 years.Team India won the last test by 117 runs, Ishant Sharma turns out to be the star bowler.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X