For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતથી સારું રમ્યું ન્યૂઝિલેન્ડ, ચેમ્પિયન બનવા માટે લાયક હતાઃ હરભજન સિંહ

ભારતથી સારું રમ્યું ન્યૂઝિલેન્ડ, ચેમ્પિયન બનવા માટે લાયક હતાઃ હરભજન સિંહ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સારી ટીમ હતી અને ભારતને હરાવવા હકદાર હતી. કેન વિલિયમસનની ટીમે બુધવારે WTC Final આઠ વિકેટે જીતી લીધી. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં હરભજન સિંહે કહ્યું કે, ન્યૂઝિલેન્ડની ટીમ ભારતીય ટીમથી ક્યાંય સારી રમી અને તે ચેમ્પિયન બનવા માટે લાયક હતી. તેમણે સુંદર બોલિંગ કરી, જીતવા માટે ટૉસ મહત્વપૂર્ણ હોય અને તેમણે ટૉસ જીત્યો હતો. ત્યારથી જ તેઓ ડ્રાઈવરની સીટ પર હતા. તેમણે ભારતના 217 રને ઓલઆઉટ કરી દીધું અને બીજી ઈનિંગમાં બહુ સસ્તામાં લપેટ્યા.

New zealand

હરભજને કહ્યું કે ફાઈનલ માટે ન્યૂઝિલેન્ડ શ્રેષ્ઠ રીતે તૈયાર ટીમ હતી. કીવી ટીમ ભારતથી એક મહિના પહેલા ઈંગ્લેન્ડ પહોંચી અને ઈંગ્લેન્ડ પર સીરીઝ જીત સાથે ઐતિહાસિક એકમાત્ર ટેસ્ટની તૈયારી કરી. બીજી તરફ ભારતે તૈયારીના નામે માત્ર એક ઈન્ટ્રા સ્ક્વૉડ મેચ રમી. 40 વર્ષીય અનુભવી સ્પિનરે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં હોવાના કારણે એ બે ટેસ્ટ રમવાથી તેમને ફાયદો થયો. તેમણે એવી પરિસ્થિતિઓને ભારતથી સારી રીતે સમજી. તેઓ યોગ્ય ઉમેદવાર હતા.

હરભજન સિંહે મહેસૂસ કર્યું કે ભારતને અંતિમ દિવસના પહેલા સત્રમાં વિકેટને સારી રીતે બચાવવાની જરૂરત હતી. કેપ્ટન કોહલી, ચેતેશ્વર પુજારા અને ઉપકેપ્ટન તમામ પહેલા સત્રમાં આઉટ થઈ ગયા.

હરભજન સિંહે કહ્યું કે તમામ ગેમ પર દબાવ હોય છે. મોટા ખેલ નિશ્ચિત રૂપે વધુ દબાવ લાવે છે. હું પહેલાં કહી રહ્યો હતો કે લોકો બેટિંગ કરવા માટે એક મહાન દિવસ કહી રહ્યા છે પરંતુ છતાં પણ તમારે ત્યાં જવું પડશે અને મહાન બેટિંગ પણ કરવી પડશે. જો ભારત વિકેટ સંભાળી શક્યું હોત તો પહેલા દિવસે આપણે ડ્રો તરફ ચાલ્યા ગયા હોત. પરંતુ આપણે પહેલા સત્રમાં જ ઘણી વિકેટો ગુમાવી દીધી અને છોકરાઓ પર દબાણ વધતું ગયું.

તેમણે કહ્યું કે, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની વિકેટ મહત્વપૂર્ણ હતી અને એકવાર તેઓ જ્યારે આઉટ થઈ ગયા કે ન્યૂઝીલેન્ડના બોલર્સ વધુ ફોર્મમાં આવી ગયા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે શાનદાર દિવસ પરંતુ ટીમ ઈન્ડિયા માટે નિરાશાજનક રહ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Team New zealand deserves win says harbhajan singh over WTC Final
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X