
વિશ્વ ક્રિકેટના આ દિગ્ગજ ક્રિકેટરનું અવસાન, ખેલ જગતમાં શોકનો માહોલ
નવી દિલ્હી : વિશ્વ ક્રિકેટે તેનો એક દિગ્ગજ ક્રિકેટર ગુમાવ્યો છે. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનરસોની રામદીનનું નિધન થઈ ગયું છે. સોની રામદીન 92 વર્ષના હતા. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ આ જાણકારી આપી હતી.
આ દિગ્ગજ ક્રિકેટરનું અચાનક અવસાન થયું
સોની રામદિન 1950માં ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતનાર ટીમના સભ્ય હતા. સોની રામદિને 1950માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સોની રામદિને વેસ્ટ ઈન્ડિઝ માટે 43 ટેસ્ટમાં 28.98ની એવરેજથી 158 વિકેટ લીધી છે.
ક્રિકેટ જગત શોકમાં ગરકાવ
CWI પ્રમુખ રિકી સ્કેરિટે રવિવારના રોજ જણાવ્યું હતું કે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ વતી, હું વેસ્ટ ઈન્ડિઝના ટોચના ખેલાડી સોની રામદિનના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
ઈંગ્લેન્ડને પહેલીવાર પોતાના જ ઘરમાં પરાજય મળ્યો
રિકી સ્કેરિટે કહ્યું કે, રામદિને વિશ્વ ક્રિકેટમાં પગ મૂકતાની સાથે જ તેની અસર છોડી દીધી હતી. 1950 ના પ્રવાસ દરમિયાન તેમની અદભૂત સિદ્ધિઓ વિશે ઘણી વાર્તાઓ વર્ણવવામાં આવી છે, જ્યારે તેણે એલ્ફ વેલેન્ટાઇન સાથે મળીને ક્રિકેટની 'સ્પિન ટ્વીન' જોડી બનાવી હતી. જેમણે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ વખત તેમની ધરતી પર ઈંગ્લેન્ડને હરાવવામાં મદદ કરી હતી.

લોર્ડ્સમાં રમાયેલી મેચમાં 11 વિકેટ ઝડપી હતી
રામદિને ઇંગ્લેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ જીત દરમિયાન લોર્ડ્સમાં રમાયેલી મેચમાં 152 રન આપીને 11 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે તે 1950ની શ્રેણી 3-1થી જીતી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો