ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઓકલેન્ડ : ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ મંગળવારના રોજ પુષ્ટિ કરી કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને NZC સંબંધિત ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. તેને ગંભીરતાથી લેવામાં આવ્યું હતું, તેની ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં તેની વિશ્વસનીયતા ખૂબ માનવામાં આવતી નથી.
NZCએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વ્હાઇટ ફર્ન્સ હવે લેસેસ્ટરમાં આવી ગયા છે અને સાવચેતીના ભાગરૂપે તેમની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમની પ્રેક્ટિસ રદ્દ કરવામાં આવી હોવાના અહેવાલો ખોટા છે. તેઓ આજે (સોમવારના રોજ) તાલીમ માટે સુનિશ્ચિત ન હતા કારણ કે, તે મુસાફરીનો દિવસ હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટ આ બાબતે વધુ સ્પષ્ટતા કરશે નહીં. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી વનડે હવે આગળ વધવાની તૈયારીમાં છે. કારણ કે, સુરક્ષા જોખમને NZC દ્વારા વિશ્વસનીય નથી માનવામાં આવતું હતું.
ESPNcricinfo અનુસાર ન્યૂઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટના એક સભ્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, ટીમ હોટલમાં બોમ્બ મૂકવામાં આવશે.
ટીમને ન્યૂઝીલેન્ડ પરત ફરતી વખતે તેમના વિમાનમાં બોમ્બ મૂકવાના પ્રયાસ અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પરિણામે ધ વ્હાઇટ ફર્ન સોમવારના રોજ લોકડાઉનમાં ગયા હતા અને પોલીસ અને આતંકવાદ વિરોધી એજન્સીઓને બોલાવવામાં આવી છે.
બંને દેશોના બોર્ડ પાકિસ્તાન વિશે ચર્ચામાં
આ સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ બંનેના ક્રિકેટ બોર્ડ પર પરસ્પર જોડાણનો આરોપ લગાવ્યો છે. પહેલા ન્યુઝીલેન્ડે આતંકવાદી હુમલાના ખતરાને ટાંકીને પાકિસ્તાનમાં હાજર રહેલી પોતાની ટીમને તાત્કાલિક પરત બોલાવી હતી અને ત્યારબાદ ઇંગ્લેન્ડે પણ વર્લ્ડ કપ ટી 20 પહેલા ભારતના આ પડોશી દેશમાં પોતાની ટીમ મોકલવાનો ઇન્કાર કર્યો હતો.
જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આંચકો લાગ્યો છે અને તે ખરાબ મૂડમાં છે. પીસીબીના નવા ચેરમેન રમીઝ રાજાનું કહેવું છે કે, હવે ભારતની સાથે સાથે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને પણ વર્લ્ડ કપમાં હરાવવું પડશે, તો જ બદલો પૂર્ણ થશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો