IPLના ઈતિહાસમાં 99 રન બનાવી આઉટ થયા માત્ર આ 3 બેટ્સમેન
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની તેરમી સીઝનના એક પછી એક રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. એવું લાગતું હતું કે માત્ર શારજાંહ મેદાન જ નાનું હોવાના કારણે હાઈ સ્કોરિંગ હશે પણ હવે દુબઈમાં પણ હાઈ સ્કોરિંગ મેદાન બની શકે તે મુંબઈ અને બેંગ્લોરના મુકાબલામાં જોઈ શકાયું છે. સીઝનનો 9મો અને 10મો મુકાબલો ખાસ એવો રહ્યો કે દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો અને પ્રશંસકોનું ધ્યાન આઈપીએલ તરફ ચાલ્યું ગયું.

ઈશાન કિશન
પહેલા રાજસ્થાન રોયલ્સે રાહુલ તેવતિયાની દમદાર ગેમે જાદુઈ અંદાજમાં મેચ જીતાવી દીધી તો 10મા મુકાબલામાં પોલાર્ડ અને ઈશાન કિશનની ઈનિંગે હારેલી મેચને સુપર ઓવરમાં તબદીલ કરી દીધો. આ મેચમાં ઈશન કિશન 99 રન બનાવી આઉટ થઈ ગયો. ઈશન કિશન સીઝનની ત્રીજી સદી બનાવતાં માત્ર એક રન દૂર રહી ગયો. ત્યારે આવો જાણીએ એવા બેટ્સમેન વિશે જેઓ આઈપીએલમાં 99 રન બનાવી આઉટ થઈ ગયા હોય.

વિરાટ કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં 99 પર આઉટ થનાર પહેલા ક્રિકેટર હતા. આરસીબી અને દિલ્હી વચ્ચેના 2013ના મુકાબલામાં આવું થયું હતું. ઈનિંગની અંતિમ ઓવરમાં કોહલી 76 રન પર હતા ત્યારે તેમણે છગ્ગા અને બે ચોગ્ગા ફટકારી 98 રને પહોંચ્યા હતા પરંતુ દુર્ભાગ્યપૂર્ણ 99 રને કોહલી આઉટ થઈ ગયો હતો.

પૃથ્વી શૉ
પૃથ્વી શૉ પણ કેકેઆર વિરુદ્ધ દિલ્હી ફ્રેન્ચાઈઝી માટે રમતાં પાછલા વર્ષે દુર્લભ યાદીમાં સામેલ થઈ ગયો. 186નો પીછો કરતા ડીસીના બેટ્સમેન સદી મારવા તૈયાર જ હતા કે 99 રન પર આઉટ થઈ ગયો, જો કે આ મેચ સુપર ઓવરમાં ચાલી ગઈ હતી અને સુપર ઓવરમાં ડીસીની જીત થઈ હતી.
અગાઉ સુરેશ રૈના અને ક્રિસ ગેલે પણ 99 રને પોતાની ઈનિંગ પૂરી કરવી પડી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો