Today's IPL 2023 Match: આજે આઈપીએલમાં કોની-કોની વચ્ચે મેચ છે - CSK vs MI અને DC vs RCB

Today's IPL 2023 Match: IPLની 16મી સિઝનમાં આજથી ફરી ડબલ હેડર મેચો શરૂ થઈ છે. આજે વિકેન્ડ પર પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થવાની છે. ચોક્કસપણે આ એક સૌથી મોટી મેચ પણ છે.

આ સિઝનમાં જ્યારે બંને ટીમો ગઈ વખત રમી હતી ત્યારે ચેન્નાઈ 7 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. હવે આજે જોવાનુ રહેશે કે શું CSK આજની મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ સિઝનમાં MI સામે સતત બીજી મેચ જીતી શકે છે.

MS Dhoni

બંને ટીમોની સ્થિતિ લગભગ સમાન છે. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સે 10 મેચમાંથી 5 મેચ જીતી છે અને તેમને એક મેચમાં પરિણામ મળ્યું નથી જેના કારણે તેમના 11 પોઈન્ટ છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 9માંથી 5 મેચ જીતી છે અને તે 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ ચોક્કસપણે આજે જીત મેળવવા પ્રયાસ કરશે.

આજની બીજી મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. RCB ટીમે 9માંથી 5 મેચ જીતી છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ જેવી જ સ્થિતિમાં છે.

દિલ્હી કેપિટલ્સે તેમની તમામ મેચો જીતવી પડશે કારણ કે ડેવિડ વૉર્નરની ટીમ 9 મેચમાંથી માત્ર 3 જ જીતવામાં સફળ રહી છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા 10માં સ્થાને છે. ગઈ વખત જ્યારે બંને ટીમો એકબીજા સામે રમી હતી ત્યારે RCB 23 રનથી જીતવામાં સફળ રહી હતી. ડીસી હોમ ગ્રાઉન્ડ પર આનો બદલો લઈ શકે છે કે કેમ તે જોવુ રહ્યુ.

IPL 2023માં આજે મેચો

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 49મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મોટી મેચ છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગે શરૂ થશે. વિકેન્ડ પર ડબલ હેડર પર બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે છે જે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે રમાશે.

ગઈકાલની મેચ કોણ જીત્યુ

ગઈકાલની મેચમાં રાજસ્થાન રૉયલ્સ ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે 9 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 17.5 ઓવરમાં માત્ર 118 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે 13.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X