For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ

ક્રિકેટની દુનિયામાં શ્રેષ્ઠ ખેલાડીઓની યાદી ઘણી લાંબી છે પરંતુ તેમાં સચિન તેંડુલકરની શાન અને ઓળખ કંઈક અલગ જ છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટની દુનિયામાં શ્રેષ્ઠ ખેલાડીઓની યાદી ઘણી લાંબી છે પરંતુ તેમાં સચિન તેંડુલકરની શાન અને ઓળખ કંઈક અલગ જ છે. ક્રિકેટના ભગવાન કહેવાતા નાના કદના તેંડુલકરે એટલા મોટા મોટા રેકોર્ડ બનાવ્યા છે કે તેની સામે કદાચ બીજા ખેલાડીઓના કદ નાના લાગે. મુંબઈના દાદરમાં મોટા થયેલા સચિન તેંડુલકરે પોતાના કેરિયરની શરુઆત માત્ર 16 વર્ષે પાકિસ્તાન સામે કરી હતી. પ્રારંભિક મેચોમાં મળેલી અસફળતા છતાં ડોન બ્રેડમેન જેવા મહાન ખેલાડીઓના સમયમાં આ ખેલાડીએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી. આજે આ મહાન ખેલાડીનો જન્મદિવસ છે, સચિન આજે 45 વર્ષના થઈ ગયા છે. આવો જાણીએ તેમની કેટલીક ઉપલબ્ધિઓ વિશેઃ

સચિન તેંડુલકરના રેકોર્ડ

સચિન તેંડુલકરના રેકોર્ડ

ક્રિકેટમાં એવા ઘણા રેકોર્ડ છે જે સચિન તેંડુલકરના નામથી જાણીતા છે. 200 ટેસ્ટ મેચ, સો સેન્ચુરી, 34 હજાર 357 રન આ એવા રેકોર્ડ છે જે સચિનને ક્રિકેટનો હીરો બનાવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે સચિનનો જન્મ જ ક્રિકેટને એક નવી ઉચાઈ પર લઈ જવા માટે થયો હતો. આજે ઘણા એવા ખેલાડી છે જેમણે સચિનના નામ પર હાથમાં બેટ પકડ્યું હતું. સચિને ભારતમાં ક્રિકેટના ઈતિહાસમાં ક્રાંતિ લાવી દીધી તેમ કહીએ તો કંઈ ખોટું નથી. 2013 માં સચિને જ્યારે પોતાના સન્યાસની ઘોષણા કરી ત્યારે વાનખેડે મેદાનથી ભારતે જ નહિ પરંતુ આખી દુનિયાએ તેમને સાંભળ્યા. ક્રિકેટમાંથી તેમની વિદાય તેમના પ્રશંસકો માટે એક મોટી ખોટ સમાન હતી.

વિરાટ કોહલીમાં મારા રેકોર્ડ તોડવાની ક્ષમતા

વિરાટ કોહલીમાં મારા રેકોર્ડ તોડવાની ક્ષમતા

આજે સચિનના રેકોર્ડ તોડવાની જો વોત કરીએ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ કદાચ સૌથી વધુ પ્રાંસંગિક લાગે છે. સચિન પોતે પણ ઘણી વાર આ વાત કહી ચૂક્યા છે કે વિરાટ કોહલીમાં મારા રેકોર્ડ તોડવાની ક્ષમતા છે. પરંતુ સચિનના એવા પણ કેટલાક રેકોર્ડ છે જે તોડવા કોઈ પણ ખેલાડી માટે એક મોટી ચુનોતી સાબિત થઈ શકે છે.

200 ટેસ્ટ મેચ

200 ટેસ્ટ મેચ

2013 માં વાનખેડે સ્ટેડિયમમાં સચિને પોતોના કેરિયરની 200 મી ટેસ્ટ મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગે પણ સન્યાસ પહેલા માત્ર 168 મેચ જ રમી હતી. એવામાં આ સચિનનો એવો રેકોર્ડ છે જેની આસપાસ પણ કોઈ ફરકી શકે તેમ નથી.

15921 રન

15921 રન

સચિન તેંડુલકરે 200 મેચના પોતાના રેકોર્ડમાં સૌથી વધુ રન બનાવવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે, તેમણે 15921 રન બનાવ્યા છે જે તોડવાનું કોઈ પણ ખેલાડી માટે અઘરુ છે.

સો સેન્ચુરી

સો સેન્ચુરી

16 માર્ચ 2012 ના રોજ માસ્ટર બ્લાસ્ટરે એક ઈતિહાસ રચ્યો હતો જેમાં તે આખી દુનિયામાં સોમી સેન્ચુરી બનાવનાર પહેલા બેટ્સમેન બન્યા હતા. આજે તેમના સન્યાસના 6 વર્ષ બાદ પણ ખેલાડીઓ આ રેકોર્ડ સુધી પહોંચી શક્યા નથી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી 56 સેન્ચુરી બનાવી છે. જ્યારે હાશિમ આમલાએ 54 સેન્ચુરી બનાવી છે. એવામાં સચિનનો આ રેકોર્ડ તોડવા માટે કોહલીએ હજુ 44 સેન્ચુરી બનાવવી પડશે.

વનડેમાં 18426 રન

વનડેમાં 18426 રન

આમ તો ક્રિકેટમાં રેકોર્ડ બનતા રહે છે. પરંતુ એક દિવસીય મેચમાં રન બનાવવાની વાત કરીએ તો સચિનનો રન સ્કોર અત્યારે પણ બીજા ખેલાડીઓ માટે એક મોટી મુશ્કેલી સમાન છે. જો આજના સમયમાં રમી રહેલ કેટલાક શાનદાર ખેલાડીઓની વાત કરીએ તો એમએસ ધોનીએ અત્યાર સુધીમાં (9967), વિરાટ કોહલીએ (9985) રન અને ક્રિસ ગેઈલે (9585) રન જ બનાવ્યા છે. સચિનનો આ રેકોર્ડ તોડવા માટે પણ લાંબા સમય અને સતત સારા પ્રદર્શનની જરુર છે ત્યારે કોઈ ખેલાડી તેંડુલકરના 18000 ના આંકડાને પાર કરી શકશે.

96 અર્ધશતક

96 અર્ધશતક

સચિને એક દિવસીય મેચમાં 96 અર્ધશતક બનાવ્યા છે જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. કોહલી માટે આ રેકોર્ડને તોડવો એક મોટી ચુનોતી છે. સચિને 463 એક દિવસીય મેચ રમી છે જેમાં 49 શતક અને 96 અર્ધશતક બનાવ્યા છે. કોહલીના અર્ધશતકો પર નજર નાખીએ તો સચિનના રેકોર્ડના તોડવા માટે વિરાટ કોહલીને અર્ધશતકોનું અર્ધશતક બનવવું પડશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
today sachin tendulkar turns 45 know about his great record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X