Pic/Video: બેંગલુરુમાં આવી ગેઇલ સુનામી, પંજાબને લઇ ડૂબ્યું
બેંગલુરુ, 7 મે: એક વાર ફરીથી ક્રિસ ગેઇલની સુનામીમાં વિરોધી ટીમ ધ્વંસ્ત થઇ ગઇ છે. ગેઇલની ધુંવાધાર બેટિંગ જોઇને દર્શકો ખુશ-ખુશ થઇ ગયા. આરસીબીના વિસ્ફોટક બેટ્સમેન ગેઇલે બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ માત્ર 57 બોલમાં 117 રનોની શાનદાર પારી રમી. જેને જોઇને ક્રિકેટ પ્રેમી ખુશીથી જુમી ઊઠ્યા.
આપને જણાવી દઇએ કે વેસ્ટઇન્ડિઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેઇલે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાની પાંચમી સદી ફટકારી. ગેઇલે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં જારી ઇન્ડિયન પ્રીમિયર લીગના 40માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સની વિરુદ્ધ 46 બોલોમાં પોતાની સદી પૂરી કરી. આઇપીએલ 8માં ગેઇલની આ પહેલી સદી છે, જ્યારે આઇપીએલમાં અત્યાર સુધી તેમની આ પાંચમી સદી છે. ગેઇલ પહેલાથી જ આઇપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી છે.
મેદાન પર ગેઇલ પંજાબ ઇલેવનના બોલરોની ધોલાઇ કરી રહ્યા હતા અને ટ્વિટર પર લોકો તેમની શાનદાર પારીને નવી ઉપમાઓ આપી રહ્યા હતા.
NUMBER OF T20 100s:
14 - @henrygayle
6 - Brendon McCullum
#WorldBoss #daylight
More: http://t.co/Ty2v97Vtj6 pic.twitter.com/HVXsaTNirX
— CPL T20 (@CPL) May 6, 2015
આરસીબીની ધમાકેદાર જીત
ગેઇલની સુનામીના પ્રતાપે અને આરસીબીના બોલરોની શાનદાર બોલિંગના કારણે આરસીબીએ પંજાબને 138 રનોના વિશાળ અંતરથી માત આપી.
ગેઇલનું રોનેલ્ડો સ્ટાઇલમાં સેલિબ્રેશન
ગેઇલે પોતાની સદીની ઉજવણી અંગે જણાવ્યું કે 'હું ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો મોટો ફેન છું. હું ગઇકાલે રાત્રે તેની મેચ જોઇ રહ્યો હતો. મેં સેલિબ્રેશનમાં તેમનું અનુસરણ કર્યું અને મને મજા પડી.'
The Champ is here ! @henrygayle @RCBTweets #IPL https://t.co/lqm8Ci3jhm
— IndianPremierLeague (@IPL) May 6, 2015
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો