For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLમાં બોલી ના લાગતાં હનુમા વિહારીએ આપ્યું નિવેદન, કહ્યું કે..

IPLમાં બોલી ના લાગતાં હનુમા વિહારીએ આપ્યું નિવેદન, કહ્યું કે..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હનુમા વિહારીને આ વખતે આઈપીએલની હરાજીમાં કોઈએ ના ખરીદ્યો. પાછલી સિઝનમાં દિલ્હી કેપિટલે હનુમા વિહારીને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે હનુમા વિહારીએ પોતાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખી હતી. પરંતુ આ વખતે આ લાલ બોલનો બેજોડ બેટ્સમેન ખુદને અનસોલ્ડ પ્લેસ પર જોઈ રહ્યો છે. જો કે વિહારી હવે આઈપીએલ વિશે વિચારવા નથી માંગતા અને તેમનું ધ્યાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટકેલ છે.

IPLમાં ના વેચાતાં બોલ્યા વિહારી

IPLમાં ના વેચાતાં બોલ્યા વિહારી

આ વિશે વાત કરતી િહારીએ જણાવ્યું કે- આ મારા નિયંત્રણમાં નથી અને વાસ્તવમાં આ મુદ્દે ટિપ્પણી કરવા પણ નથી માંગતો. મારું કામ સારી રીતે રમવાનું અને મેચ જીતવા પર છે. સફેદ બોલના ક્રિકેટમાં રાજ્યની ટીમ માટે મેં સારું પ્રદર્શન કર્યું છે. આના માટે જ્યારે પણ મને મોકો મળે છે હું ભારત ટીમ માટે પણ સારું કરીશ. હવે હું હકીકતમાં ન્યૂઝીલેન્ડની યાત્રાનો ઈંતેજાર કરી રહ્યો છું. મારી પાસે બે ભારત એ ગેમ છે જે બાદ ટેસ્ટ શ્રૃંખલા છે. આ અમારા માટે એક મહત્વપૂર્ણ શ્રૃંખલા હશે કેમ કે અમારી પાસે લાંબા સમય સુધી ટેસ્ટ શ્રૃંખલા નહિ હોય. ઘણા સમય બાદ અમારે ફરી ઓસ્ટ્રેલિયા જવાનું છે. આના માટે એક સારી શ્રૃંખલા હશે અને હું વાસ્તવમાં ભારત એનું નેતૃત્વ કરવા માટે ઉત્સુક છું.

હવે આખું ફોકસ કીવીલેંડ પર

હવે આખું ફોકસ કીવીલેંડ પર

વિહારીએ છેલ્લે ન્યૂઝીલેન્ડ પ્રવાસ ત્યારે કર્ય હતો જ્યારે રહાણેની આગવાની વાળી ભારત એ ટીમ 2 પ્રથમ શરેણી મેચ રવા માટે પાછલા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ ગઈ હતી. માટે વિહારી પરિસ્થિતિઓથી અવગત છે. તેમણે માઉન્ટ મંગનુઈમાં પહેલી અનૌપચારીક ટેસ્ટમાં પોતાની બંને ઈનિંગમાં ફીફ્ટી બનાવી હતી. વિહારીએ કહ્યું કે હવા તેજ થવાના કારણે સ્વિંગ બોલિંગને સહાયતા મળશે. આ એક પડકાર હશે. પરંતુ બધાને ભારતીય ટીમમાં સારી ટેક્નિક મળી છે અને બેટ્સમેન એકમના રૂપમાં વિદેશમાં સારું પ્રદર્શન કર્યું છે.

હાલ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં પણ જગ્યા મેળવી શકવી પડકારજનક

હાલ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં પણ જગ્યા મેળવી શકવી પડકારજનક

મધ્યક્રમના બેટ્સમેન વિહારીને ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઓપનિંગ માટે કહી દેવામાં આવ્યું હતું અને ત્યાં તેમણે મિશેલ સ્ટાર્ક, જોશ હેજલવુડ અને પેટ કમિંસ વિરુદ્ધ એમસીજી પરિસ્થિતિઓને પડકાર આપતા પહેલા સારી ટેક્નિક દેખાડી હતી. વિહારીના જોડીદાર મયંક અગ્રવાલે (76) તે મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી જ્યારે કેપ્ટન કોહલીએ 82 રન બનાવ્યા હતા અને ભારતે 443/7 પર ઈનિંગ ડિક્લેર કરી અને 137 રને જીત હાંસલ કરી.

કોહલી માટે કહી આ વાત

કોહલી માટે કહી આ વાત

26 વર્ષીય વિહારીએ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર સૌથી વધુ રન બનાવ્યા હતા અે કિંગ્સ્ટન ટેસ્ટમાં પોતાની પહેલી સદી (111) ફટકારી હતી. તે સીરિઝ ભારતે 2-0થી જીતી લીધી હતી. વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર 96.33ની એવરેજથી 289 રન બનાવનાર વિહારીને લાગે છે કે તેમના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનથી તેમની ટીમમાં ઘણો સુધારો થયો છે. વિહારીએ કહ્યું કે તેને કેપ્ટન કોહલીથી ઘણું બધું સીખવા મળ્યું છે અને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં સૌકોઈ ટીમ ઈન્ડિયાની સફળતાનો આનંદ ઉઠાવે છે.

IND vs SL T20 Series: શિડ્યૂઅલ, ટીવી ટેલિકાસ્ટ & લાઈવ સ્ટ્રીમિંગ ટાઈમિંગ, હેડ ટૂ હેડ રેકોર્ડIND vs SL T20 Series: શિડ્યૂઅલ, ટીવી ટેલિકાસ્ટ & લાઈવ સ્ટ્રીમિંગ ટાઈમિંગ, હેડ ટૂ હેડ રેકોર્ડ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
unsold hanuma vihari in IPL said i am focusing on new zealand tour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X