For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20માં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બન્યા વિરાટ કોહલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 19 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી સામેની મેચમાં પોતાની ટી-20 કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 19 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી સામેની મેચમાં પોતાની ટી-20 કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા છે. મેચ પહેલા કોહલીને આ આંકડો સ્પર્શવા માટે 10 રનની જરૂર હતી, જે તેમણે મેચની પાંચમી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો મારી રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

Virat Kohli

આ સાથે, કોહલી 9 હજારી બનવનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો, જ્યારે વિશ્વનો 7 મો બેટ્સમેન બન્યો છે. કોહલીએ 171 ઇનિંગ્સમાં 9 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ 171 મી ઇનિંગ્સ પહેલી 5 સદી અને 65 અર્ધસદી ફટકારી છે. હવે રોહિત શર્મા કોહલીની પાછળ છે. રોહિતે 320 ઇનિંગ્સમાં 8818 રન બનાવ્યા છે. કોહલી પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક, બ્રેન્ડન મેકુલમ, ડેવિડ વોર્નર અને એરોન ફિંચ ટી -20 ક્રિકેટમાં 9,000 રન બનાવી ચૂક્યા છે.

ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ બનાવવાનો રેકોર્ડ વિન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. ગેલ હાલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો ભાગ છે, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં ભૂમિકા મળી નથી. ગેલે 2005 થી 404 મેચ રમી છે, જેમાં તેણે 146.94 ના સ્ટ્રાઇક રેટથી 13,296 રન બનાવ્યા છે. તેની પાસે 22 સદી, 82 અડધી સદી છે, જે વર્લ્ડ રેકોર્ડ છે.

આ પણ વાંચો: DC vs RCB: રોયલ ચેલેંજર્સનો કારમો પરાજય, દિલ્હીની શાનદાર જીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli became the first Indian to set this record in T20
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X