વીડિયોઃવિરાટ કોહલીએ અનુષ્કા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો
એક તરફ આઈપીએલની ધૂમ મચી છે. આઈપીએલ 11 ના પ્લેઓફ અંગે સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ચૂકી છું. કઈ ટીમો પ્લેઓફ માટે સિલેક્ટ થશે એ સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ચૂક્યુ છે. આ સિઝનમાં જો વિરાટ કોહલીની ટીમ આરસીબીની વાત કરીએ તો તેમની ટીમ ભલે પ્લેઓફમાં જગ્યા બનાવવામાં અસફળ રહી હોય પરંતુ દર્શકોએ આ ટીમને ખૂબ પસંદ કરી અને સપોર્ટ પણ કર્યો.
વિરાટ સેનાનું જોશ વધારવાં અનુષ્કા શર્મા પણ પાછળ ન રહી. વિરાટ અને અનુષ્કા ઘણીવાર પોતાના ફોટા પોતાના ફેન્સ સાથે શેર કરે છે. વિરુષ્કાની આ જોડીને લોકો ખૂબ પસંદ પણ કરે છે. હમણાં હાલમાં જ વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા વિશે બીજી કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને વિરાટ બંને હમણા પોતાના વ્યવસાયમાં ઘણા વ્યસ્ત છે. અનુષ્કાની ફિલ્મ પરી રિલીઝ થવાની છે જેના માટે તે ખાસી મહેનત કરી રહી છે.
“... She (@AnushkaSharma) is ofcourse (the captain off field), she takes all the right decisions in life... She is totally my strength and she keeps me positive all the time and that's what you want with your life partner so I'm very grateful” - @imVkohli 💕♥️ #Virushka pic.twitter.com/ZtqIjiAwoB
— Anushka Sharma News (@AnushkaNews) May 19, 2018
વિરાટે કહી આ મોટી વાત
એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ જણાવ્યુ કે અનુષ્કા તેમના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેમણે આ ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે ભલે મેદાનમાં કેપ્ટન હું છુ પરંતુ મેદાનની બહાર અનુષ્કા જ તેમની કેપ્ટન છે. વિરાટે અનુષ્કાની પ્રશંસા કરતા કહ્યુ કે તે મારી તાકાત છે, અનુષ્કા મને હંમેશા યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે અને હંમેશા મારી મજબૂતાઈ બને છે. કોહલીએ જણાવ્યુ કે અનુષ્કાને રમતની પણ ઘણી સારી સમજ છે અને તે ખેલાડીઓની મનોદશાને પણ સારી રીતે સમજે છે. વિરાટે કહ્યુ તે મારી સૌથી સારી દોસ્ત છે અને મારા જીવનનો સૌથી મોટો ઉપહાર પણ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો