IPL 2020: વિરાટ કોહલીની 90 રનની ઈનિંગ પર અનુસ્કાએ આપી ફ્લાઈંગ કિસ
આઈપીએલના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધી. મેચમાં કેપ્ટન કોહલીએ વિરાટ 90 રનની ઈનિંગ રમી. આ મેચ જોવા માટે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ક્રિકેટ સ્ટેડિયમે પહોંચી હતી. આ દરમ્યાનસ્ટેડિયમમાં કંઈ એવું થયું જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું.

અનુષ્કાએ ફ્લાઈંગ કિસ આપી
મેચમાં ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ચાર વિકેટ પર 169 રન બનાવ્યા. મેચ દરમ્યાન વિરાટ કોહલીએ આઈપીએલમાં પોતાની 38મી ફીફ્ટીફટકારી. નાબાદ રહી 90 રનની ઈનિંગ દરમ્યાન તેમણે 52 બોલનો સામનો કર્યો. આ દરમ્યાન વિરાટ કોહલીએ ચાર ચોગ્ગ અને ચાર છગ્ગા ફટકાર્યા.
આ મેચને જોવા સ્ટેડિયમ પહોંચેલી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલીનું મનોબળ વધારતી જોવા મળી. જેવી જ વિરાટ કોહલીએ ફીફ્ટી ફટકારી અનુષ્કાએ કોહલીને ફ્લાઈંગ કિસ આપી. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

બેંગ્લોરની ધમાકેદાર જીત
આની સાથે જ 90 રનની ધુઆંધાર ઈનિંગ રમ્યા બાદ જ્યારે વિરાટ કોહલી પાછા પેવેલિયન ફરી રહ્યા હતા તો અનુષ્કાએ ઉભા થઈ પોતાના પતિની શાનદાર ઈનિંગનું અભિવાદન કર્યું. વિરાટની આ જબરદસ્ત ઈનિંગને પગલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આસાનીથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધી.

અનુષ્કાએ ઉભા થઈ કોહલીની ઈનિંગને વધાવી
દુબઈમાં રમાયેલ મેચમાં બેંગ્લોરે પહેલાં બેટિંગ કરતાં ચાર વિકેટના નુકસાન સાથે 169 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 8 વિકેટ પર 132 રન બનાવી શકી. ચેન્નઈ તરફથી અંબાતી રાયડૂએ સર્વાધિક 42 અને જગદીશને 33 રનનું યોગદાન આપ્યું. જ્યારે પોતાની પહેલી મેચ રમી રહેલ બેંગ્લોરના બોલર ક્રિસ મોરિસે 19 રન આપી ત્રણ વિકેટ ચટકાવી. વોશિંગ્ટન સુંદરનું યોગદાન પણ ઉલ્લેખનીય રહ્યું.
IPL 2020: 7 મેચમાં પાંચમી હાર, CSKને RCB વિરુદ્ધ આ ત્રણ ભૂલ ભારે પડી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો