For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નાનકડી બાળકીના વીડિયો પર ભડક્યા છે વિરાટ અને શિખર

વિરાટ કોહલી અને શિખર ધવને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક બાળકીનો વીડિયો શેર કર્યો છે અને સાથે જ પેરેન્ટ્સ માટે એક ઇમોશનલ મેસેજ મુક્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળકીને તેની માતા ગણિત શીખવાડતી નજરે પડે છે. વીડિયોમાં માતા બાળકીને ગુસ્સામાં અને કડક રીતે વાત કરતી જોવા મળે છે અને બાળકી માતાને વિનંતી કરી રહી છે કે, તે એને પ્રેમથી ભણાવે છે. આમ છતાં, તેની એક ભૂલ પર માતા તેને થપ્પડ મારી દે છે.

virat kohli

આ વીડિયો વાયરલ થયા બાદ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન અને કપ્તાન વિરાટ કોહલીએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને સાથે જ ભાવુક સંદેશ પણ લખ્યો છે. બંન્નેએ આ વીડિયો શેર કરતાં આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. માતા દ્વારા બાળકીને જે રીતે ભણાવવામાં આવી રહી છે, એ અંગે શિખર ધવને સવાલ કર્યા છે.

virat kohli message

તો કપ્તાન કહોલીએ પણ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, બાળકીની પીડા અને ક્રોધ અંગે કોઇએ વિચાર્યું નથી. બાળકને સરસ રીતે ભણાવવાને અહમનો વિષય બનાવીને એનો એટલો ભાર મુકવામાં આવ્યો છે, કે એની સામે દયાભાવ ભુલાઇ ગયો છે. બાળકને ધમકાવીને ક્યારેય કંઇ શીખવાડી નહીં શકાય, આ ખરેખર ચોંકાવનારું છે.

શિખર ધવને લખ્યું છે કે, અત્યાર સુધીમાં જેટલા વીડિયો જોયા છે, એમાંથી આ વીડિયોએ મને સૌથી વધુ ચિંતામાં મુક્યો છે. પેરેન્ટ તરીકે તમારી પાસે બાળકને આગળ વધારવાનો વિશેષાધિકાર છે. પરંતુ આ વીડિયો જોઇને મને બહુ ખરાબ લાગી રહ્યું છે કે, મહિલા ભાવનાત્મક, માનસિક અને શારીરિક રીતે બાળકીને ત્રાસ આપી રહી છે, જેથી તે 5 સુધીની ગણતરી શીખી જાય છે. તેણે આગળ કહ્યું કે, જીવન એક ચક્ર છે અને હું પ્રાર્થના કરું છું કે આ નાનકડી સુંદર બાળકી એક દિવસ મજબૂત મહિલા બનીને ઊભી થાય. બાળકને હસતા-રમતા ભણાવવું જોઇએ, મારી-ધમકાવીને નહીં. શિક્ષણ જરૂરી છે, પરંતુ એને માટે બાળકને આટલું હેરાન કરવું યોગ્ય નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat kohli and shikhar dhawan share a video of a child, emotional message to Parents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X