For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલીને નથી આવડતું આ કામ, શીખવાની જરૂરતઃ સુનીલ ગાવસ્કર

કોહલીને નથી આવડતું આ કામ, શીખવાની જરૂરતઃ સુનીલ ગાવસ્કર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં જ સંપન્ન થયેલ ટેસ્ટ સિરીઝમાં મેળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ચારો તરફથી નિંદા થઈ રહી છે. મેદાનમાં વિરાટ કોહલી પરફેક્ટ હોવાનું માનતા ઘણા બધા લોકો છે પણ હવે ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની શૈલી પર સવાલ ઉઠાવ્યા છે. સુનીલ ગાવસ્કરને લાગે છે કે વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-4થી મળેલી નિરાશાજનક હાર બાદ ટેક્નિકલ પાસાઓ વિશે ઘણુંબધું શીખવાની જરૂર છે.

sunil gavaskar

એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતી વખતે સુનીલ ગાવસ્કરે કહ્યું કે ઘણી વખત જોવા મળ્યું છે કે વિરાટ કોહલીએ લગાવેલી ફિલ્ડિંગમાં ઘણો ફરક હોય છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ આવું જોવા મળ્યું હતું અને ઈંગ્લેન્ડમાં પણ આ વસ્તુ સામે આવી. ફિલ્ડિંગ અને બોલિંગમાં યોગ્ય સમયે ફેરફાર કરવાથી મેચમાં ફરક પડી શકે છે. વિરાટ કોહલીએ કેટલાંક વર્ષો પહેલા જ કપ્ટાની સંભાળી હતી. એમની કપ્તાનીમાં કેટલીય વાર અનુભવની કમી જોવા મળે છે.

રવિ શાસ્ત્રીના સવાલ પર બોલ્ય ગાવસ્કર
એક પત્રકારે સુની ગાવસ્કરને કહ્યું કે રવિ શાસ્ત્રી આ ટીમને 15 વર્ષમાં વિદેશ ટૂર પર જનાર સર્વ શ્રેષ્ઠ ટીમ ગણાવી રહ્યા છે. તમારી શું પ્રતિક્રિયા છે. જેના પર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો રવિ શાસ્ત્રીએ ટીમનું મનોબળ મજબૂત કરવા માટે આવું કહ્યું હશે. મારું માનવું છે કે કોચનો આવો કોઈ ઈરાદો ન હતો.

આ પણ વાંચો- સચિનની વ્યૂહરચનાને કારણે જીત્યા હતા વર્લ્ડ કપ 2011, સેહવાગે કર્યો ખુલાસો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
virat kohli should learn these tings says sunil gavaskar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X