VIVO નહિ હોય IPL 2020 ની ટાઈટલ સ્પોન્સર, વિરોધ બાદ નિર્ણય લેવાયો
લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે થયેલા તણાવ બાદ ભારત સરકારે ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડેટા ચોરીનો આરોપ લગાવી ભારત સરકારે કેટલીક ચીની એપ બંધ કરી દીધી હતી, બીજી તરફ ભારતીય નાગરિકોએ પણ સ્વયંભૂ ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવો શરૂ કરી દીધો હતો. જો કે આઈપીએલમાં ચીની કંપની VIVO ને જ ટાઈટલ સ્પોન્સર રાખવાના BCCIના નિર્ણય બાદ વિરોધ થયો હતો.
આખરે વિરોધ થતાં ભારતીય ક્રિકેટ બોર્ડે ચીની મોબાઈલ કંપની VIVOને સ્પોન્સર ના રાખવાનો નિર્ણય લીધો છે અને ત્યારે 19 સપ્ટેમ્બરે યૂએઈમાં આઈપીએલ શરૂ થવા જઈ રહ્યો હોય હવે ભારતીય ક્રિકેટ બોર્ડને આઈપીએલના નવા ટાઈટલ સ્પોન્સરની શોધમાં છે.
જણાવી દઈએ કે બીસીસીઆઈએ આ વર્ષ માટે જ VIVO સાથે કરાર તોડ્યો છે. આગલા વર્ષે એટલે કે 2021માં VIVO ફરી એકવાર આઈપીએલની ટાઈટલ સ્પોન્સર રહેશે જે 2023 સુધી જુડી રહેશે. જેનો મતલબ છે કે આઈપીએલ 2020 માટે નવા સ્પોન્સરનું બીસીસીઆઈ જલદી જ એલાન કરશે.
જણાવી દઈએ કે રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં ચીની કંપની સાથે કરાર ના તોડવાનો ફેસલો લેવામાં આવ્યો હતો, પરંતુ તે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ બીસીસીઆઈની ટીકા કરવી શરૂ કરી દીધી હતી. વાત જ્યારે હદથી વધુ આગળ વધી ગઈ ત્યારે હવે બીસીસીઆઈએ પોતાનો ફેસલો બદલી નાખ્યો છે.
જણાવી દઈએ કે આઈપીએલ ટાઈટલ સ્પોન્સર વિવો પ્રત્યેક વર્ષે બીસીસીઆઈને 440 કરોડ રૂપિયા આપે છે અને પાંચ વર્ષનો આ કરાર 2022માં સમાપ્ત થશે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં આઈપીએલ 2020ની શરૂઆત થવા જઈ રહી છે. આપીએલની 13મી સીઝન માટે જલદી જ તેના શેડ્યૂઅલની ઘોષણા કરવામાં આવશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો