
વર્લ્ડકપમાં 'ગેઇલ સુનામી', ઠોકી દીધી બેવડી સદી
કૈનબરા, 24 ફેબ્રુઆરી: મંગળવારે તૂફાની બેટિંગ કરીને ક્રિસ ગેઇલે એવું પ્રદર્શન કરીને દેખાડી દીધું જેની અપેક્ષા જાણે તેણે પણ નહીં સેવી હોય. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના પૂલ બીમાં રમાઇ રહેલી મેચમાં ક્રિસ ગેઇલે ઝિમ્બાબ્વેની વિરુદ્ધ બેવડી સદી ફટકારી દીધી છે. વર્લ્ડકપમાં ડબલ સેંચુરી ફટકારનાર ગેઇલ પહેલા ખેલાડી બની ગયા છે.
લાંબા સમયથી ટિકાકારોના નિશાના પર રહેલા ગેઇલે મેદાનમાં ઉતરતા જ પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા હતા અને મેદાનનો એવો કોઇ ખૂણો ન્હોતો જ્યાં ગેઇલે ફટકારેલો દળો ના ગયો હોય.
નોંધનીય છે કે આ પહેલા વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમે મંગળવારે માનુકા ઓવલ મેદાન પર ઝિમ્બાબ્વેની સાથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બંને ટીમની આ ત્રીજી મેચ છે. કેરેબિયાઇ ટીમે પહેલી મેચમાં આયર્લેન્ડથી મળેલી ચાર વિકેટની ચોંકાવનાર હારમાંથી બહાર આવવા માટે પોતાની બીજી મેચમાં પાકિસ્તાનને 150 રને જોરદાર માત આપી હતી.
ગેઇલે ફટકારી ઝિમ્બાબ્વે સામે બેવડી સદી
બીજી તરફ ઝિમ્બાબ્વેએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બે મેચ રમી છે જેમાં પહેલા મેચમાં દક્ષિણ આફ્રીકાની વિરુદ્ધ તેને હાર મળી. બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ સંયુક્ત અરબ અમીરાતને ચાર વિકેટથી માત આપી. વિશ્વકપમાં બંને ટીમો પાંચ વાર એકબીજાનો સામનો કરી ચૂકી છે અને દરેક અવસર પર બાજી કેરેબીયાઇ ટીમે જ મારી છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો