ઓસ્ટ્રેલિયાના જમાઇ શિખર ધવનને મળી મીડિયાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ
મેલબર્ન, 26 ફેબ્રુઆરી: હાલમાં ઓસ્ટ્રેલિયામાં શિખર ધવન ખૂબ જ લોકપ્રિય થઇ ગયા છે, તેના બે કારણ છે, પહેલું તો તેમનું વિશ્વકપમાં ધમાકેદાર પ્રદર્શન અને બીજું તેમની સાસરી ઓસ્ટ્રેલિયામાં હોવી. હા શિખર ધવનની પત્ની ઓસ્ટ્રેલિયાની છે, જે એક મોટું કારણ છે તેમનું ઓસ્ટ્રેલિયાઇ મીડિયામાં છવાઇ જવાનું. આ કારણ શિખર ધવન આજકાલ ઓસ્ટ્રેલિયા મીડિયાના સોફ્ટ હેડલાઇન બની ગયા છે. હાલમાં જ તેમની પત્ની સાથેની તસવીર ઓસ્ટ્રેલિયાના અખબારોમાં અને ટીવી પર દેખાઇ છે.
ઓસ્ટ્રેલિયા મીડિયામાં છવાયા જમાઇ બાબૂ ધવન
નોંધનીય છે કે જીવનને સંઘર્ષ માનનારા શિખર ધવન માટે પ્રેમ ખૂબ જ મહત્વ ધરાવે છે, ત્યારે જ તો તેમણે પોતાનાથી દસ વર્ષ મોટી હાફ બ્રિટીશ અને હાફ ઇન્ડિયન આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા છે, જેના પહેલા લગ્નથી બે દીકરીઓ હતી. હાલમાં શિખર ધવન વર્ષ 2014માં દિકરાના પિતા બન્યા છે. એટલા માટે 29 વર્ષની અવસ્થામાં શિખર ધવન ત્રણ બાળકોના પિતા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો