For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જવાબદારી સાથે રમવું પડશે, હેડિંગ્લેમાં ફ્લોપ શોને પગલે રોહિત-કોહલી પર ભડક્યા પાકિસ્તાનના ઈંજમામ ઉલ હક

જવાબદારી સાથે રમવું પડશે, હેડિંગ્લેમાં ફ્લોપ શોને પગલે રોહિત-કોહલી પર ભડક્યા પાકિસ્તાનના ઈંજમામ ઉલ હક

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ 5 મેચની ટેસ્ટ સિરીઝના ત્રીજા મેચમાં જેવી રીતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં ડિફેંસિવ અપ્રોચ સાથે બેટિંગ કરી તેને જોતાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંજમામ ઉલ હક નાખુસ થયા છે અને આ બાબતને લઈ તેમણે બંને ખેલાડીઓની ટીકા પણ કરી છે. હેડિંગ્લેમાં રમાઈ રહેલ આ મેચના પહેલા દિવસે ભારતીય ટીમના બે બેટ્સમેન જેવી રીતે સારી શરૂઆત બાદ પોતાની વિકેટ ગુમાવી બેઠા તેને લઈ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ નિરાશા જતાવી છે.

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો કર્યો હતો, જો કે તેમનો ફેસલો અયોગ્ય સાબિત થયો છે અને આખી ભારતીય ટીમ માત્ર 78 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. 12 મહિનામાં આ બીજીવખત છે જ્યારે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગ દરમિયાન 100 રન પણ ન બની શક્યા હોય.

જવાબદારી સાથે રમતાં શીખવું પડશે

જવાબદારી સાથે રમતાં શીખવું પડશે

ઈંજમામ ઉલ હકે ભારતીય ટીમની બેટિંગમાં ખરાબ પ્રદર્શન મુદ્દે મંતવ્ય આપતા કહ્યું કે વિરાટ સેનાના ખેલાડીઓ રન બનાવવામાં માત્ર એક જ કારણે નિષ્ફળ રહ્યા કે તેઓ ઈંગ્લેન્ડના બોલર પણ દબાણ ના બનાવી શક્યા. ઈંજમામનું માનવું છે કે જો કોઈ બેટ્સમેન એક મેચમાં 25થી 30 બોલ રમી ગયો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત.

જવાબદારી સાથે રમતાં શીખવું પડશે

જવાબદારી સાથે રમતાં શીખવું પડશે

ઈંજમામ ઉલ હકે ભારતીય ટીમની બેટિંગમાં ખરાબ પ્રદર્શન મુદ્દે મંતવ્ય આપતા કહ્યું કે વિરાટ સેનાના ખેલાડીઓ રન બનાવવામાં માત્ર એક જ કારણે નિષ્ફળ રહ્યા કે તેઓ ઈંગ્લેન્ડના બોલર પણ દબાણ ના બનાવી શક્યા. ઈંજમામનું માનવું છે કે જો કોઈ બેટ્સમેન એક મેચમાં 25થી 30 બોલ રમી ગયો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત.

પોતાના યૂટ્યૂબ ચેનલ પર વાત કરતાં તેમણે કહ્યું કે, હેડિંગ્લેમાં ભારતીય બેટ્સમેન એકવાર પણ ઈંગ્લેન્ડના બોલર પર દબાવ ના બનાવી શક્યા. એક ક્રિકેટર તરીકે પિચની પ્રકૃતિ ગમે તેવી હોય ત્યાં બોલ કાં તો સ્પિન કરશે અથવા તો સ્પિંગ અને જો તમે 25-30 બોલ ત્યાં રમી લો તો પરિસ્થિતિ તમારી અનુકૂળ થઈ જવી જોઈએ અને બેટ તે મુજબ ચાલવો જોઈએ.

100 બોલ રમીને તમે સેટ નથી કહી ના શકો

100 બોલ રમીને તમે સેટ નથી કહી ના શકો

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને આગળ વાત કરતા કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઈનિંગનું ઉદાહરણ આપતા પોતાની વાત સાબિત કરી.

તેમણે કહ્યું કે, અમુક સમય વિતાવ્યા બાદ તમારે મોકા બનાવવાના હોય છે, જેમ કે રોહિત શર્માની વાત કરીએ તો તેમણે 105 બોલ ખાધી, તમે 105 બોલ રમ્યા બાદ તમે સેટ નથી તેમ કહી ના શકો, તમારે પહેલાં જવાબદારી લેવી પડશે અને પછી જઈ તમે તમારો શોટ રમી શકો છો. જ્યારે વિરાટ કોહલીએ પણ 17 બોલનો સામનો કર્યો પરંતુ તે બાદ તેમણે શું કર્યું. તેમણે માત્ર 7 રન જ બનાવ્યા.

ટૉસ જીતીને કોહલીએ સૌથી મોટી ભૂલ કરી

ટૉસ જીતીને કોહલીએ સૌથી મોટી ભૂલ કરી

ઈંજમામે આ દરમિયાન પહેલાં બેટિંગ કરવાના ભારતીય ટીમના ફેસલા વિશે પણ વાત કરી અને જણાવ્યું કે કોહલીએ ટૉસ જીત્યા બાદ સૌથી મોટી ભૂલ કરી. તેમણે કહ્યું કે લોર્ડ્સમાં ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ ઘણા દબાવમાં હતી એવામાં ભારતીય ટીમે પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લેવો જોઈતો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે પિચની નમીનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને 78 રનમાં ઓલઆઉટ કરી દીધું.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના સલામી બેટ્સમેન રોહિત શર્માએ 105 બોલનો સામનો કર્યો પરંતુ આ દરમિયાન તેમણે માત્ર 19 રન જ બનાવ્યા. તેઓ સતત બોલ છોડી રહ્યા હતા પરંતુ બીજે છેડે સતત વિકેટ ખરતી રહી હોવાના કારણે તેઓ દબાવમાં આવી ગયા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
we can't say not set after playing 100 balls says pakistani ex captain inzamam ul haq
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X